Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

નરેન્‍દ્રભાઇ મોદીની ઉપસ્‍થિતિમાં ભારત અને મધ્‍ય એશિયાના દેશો વચ્‍ચે રાજ્‍યના વડાઓના સ્‍તર ઉપર વર્ચ્‍યુઅલ સમિટ

પ્રાદેશિક સુરક્ષા, અફઘાનિસ્‍તાન વેપાર, વિકાસ ભાગીદારી સહિતના મુદ્દા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટની વર્ચ્યુઅલ યજમાની કરવાના છે.

કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિઓ આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લેશે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે રાજ્યના વડાઓના સ્તર પર આ પ્રકારની પ્રથમ બેઠક હશે.

પ્રાદેશિક સુરક્ષા, અફઘાનિસ્તાન, વેપાર અને જોડાણ, વિકાસ ભાગીદારી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો આ પરિષદમાં ચર્ચામાં કેન્દ્રિય મુદ્દા રહશે.

મધ્ય એશિયાના દેશોના વડાઓ પણ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપે તેવી અપેક્ષા હતી, પરંતુ કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્ય અતિથિ વિના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.

પીએમ મોદીએ 2015માં મધ્ય એશિયાના તમામ દેશોની ઐતિહાસિક મુલાકાત પણ લીધી હતી.

ભારત પહેલા 25 જાન્યુઆરીએ ચીને સેન્ટ્રલ એશિયા સમિટનું આયોજન કર્યું હતું.

(4:55 pm IST)