Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

દિલ્હીમાં આજે પાંચ હજારથી ઓછા કોરોના કેસ: છૂટછાટો જાહેર

 દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે આજે દિલ્હીમાં કોરોનાના પાંચ હજારથી ઓછા કેસ આવ્યા છે.  તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ૧૯ ટકાથી નીચે આવી જશે.  થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો પોઝીટીવીટી રેટ ઘટાડવામાં આવે તો કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી શકાય છે. દરમિયાન દિલ્હી સરકારે આજે પાટનગરમાં કોરોનાને લગતા નિયંત્રણો ઢીલા કર્યા છે. હવે લગ્ન સમારંભમાં ૨૦૦ લોકોને મંજૂરી અપાઇ છે. ૫૦ ટકાની ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની છૂટ અપાય છે અને બજારોમાં ઓડ-ઈવન નિયમ દુકાનો માટે લાગુ થયેલ તે રદ કરવામાં આવ્યા છે

દિલ્હીમાં કોરોનાની ગતિ ધીમી થયા બાદ આજે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં પ્રતિબંધોમાંથી ઘણી રાહત મળી છે.  ડીડીએમએ સપ્તાહના અંતે કર્ફ્યુ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.  જો કે પહેલાની જેમ રાત્રીના ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે.  બજારોમાંથી ઓડ-ઈવન દૂર કરવામાં આવશે.

તે જ સમયે, શાળા ખોલવાનો નિર્ણય DDMAની આગામી બેઠકમાં લેવામાં આવશે.  દિલ્હી સરકારની ઓફિસોને ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

(2:19 pm IST)