Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ડેલ્ટાના પુનઃ સંક્રમણની શકયતા ઓછી

ઓમીક્રોન સામે ઉત્પન્ન થયેલ એન્ટીબોડી બધા વેરીયેન્ટ પર અસરકારક

ઓમીક્રોનને અનુરૂપ રસીકરણ નીતિની જરૂરિયાતઃ અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હી, તા.૨૭: ભારતીય મેડીકલ રિસર્ચ પરિષદ (આઇસીએમઆર)  દ્વારા કરવામાં આવેલ એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે કે ઓમીક્રોન વેરીયન્ટથી ઉત્પન્ન થયેલ એન્ટીબોડી તેના વિરૂધ્ધ જ નહીં પણ ડેલ્ટા સહિતના કોરોનાના બધા વેરીયન્ટ પર અસરકારક છે.

આઇસીએમઆરના અભ્યાસથી જાણવા મળ્યું છે કે ઓમીક્રોનથી સંક્રમિત વ્યકિતઓમાં મહત્વપૂર્ણ પ્રતિરક્ષા તંત્ર વિકસીત થાય છે. જે કોરોનાના ઓમીક્રોન અને સૌથી ખતરનાક ડેલ્ટા સ્વરૂપ સહિત બધા વેરીયન્ટોને બિનઅસરકારક કરી દે છે. તેનાથી ડેલ્ટાના પુનઃ સંક્રમણની શકયતાઓ ઘટી જાય છે. અભ્યાસમાં ઓમીક્રોનને અનુરૂપ રસીની નીતિ બનાવવાની જરૂીરયાત પર ભાર મુકવામાં આવ્યો છે.

આ અભ્યાસમાં આઇસીએમઆર એ  ઓમીક્રોનના (બી.૧.૧૫૨૯ અને બી એ.૧) સ્વરૂપોથી સંક્રમિત વ્યકિતઓના સેરાની સાથે બી.૧, આલ્ફા, બીટા, ડેલ્ટા અને ઓમીક્રોનના સંપર્કમાં લાવીને ઓછા

આઇજીજીનું વિશ્લેષણ કર્યુ હતું. આઇસીએમઆરએ કહ્યું છે કે ઓછા સમયમાં ઓમીક્રોન સ્વરૂપે પ્રાકૃતિક સંક્રમણ અને રસીકરણ વિરૂધ્ધ ઉત્પન્ન પ્રતિરક્ષા પ્રતિક્રિયાથી બચવા માટે ઉચ્ચ સંક્રમણ ક્ષમતા બતાવી છે.

ઓમીક્રોનની પ્રતિરક્ષા તંત્રથી બચવાની ક્ષમતા એક ગંભીર ચિંતાનો વિષય છે. અભ્યાસમાં ઓમીક્રોન સંક્રમિત લોકોમાં એન્ટીબોડી પ્રતિક્રિયાનું મુલ્યાંકન કરવામાં આવ્યુ હતું. આ અભ્યાસમાં વિદેશોના વયસ્ક અને ભારતના કિશોરો સામેલ હતા.

(12:32 pm IST)