Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

દરેક લોકસભા ક્ષેત્રમાં મેગા મેડીકલ કેમ્પ થશે

કેન્દ્ર સરકાર દ્વારા ઘડાતુ આયોજન : નિદાન, દવા, સારવાર બધુ વિનામૂલ્યે

રાજકોટ તા. ૨૭ : ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં મોટાપાયે તબીબી કેમ્પ યોજવાનું કાર્ય હાથ પર લેવાયાનું જાણવા મળે છે. જેમાં સંસદસભ્યને સાથે રાખીને અદ્યતન તબીબી સારવારનો લાભ અપાશે. દરેક કેમ્પમાં સ્થાનિક અને બહારના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવા મળશે. વિવિધ દર્દોને આવરી લેવાશે. મેગા કેમ્પ પૂર્વે પ્રાથમિક ચકાસણી કેમ્પ થાય તેવી શકયતા છે.

મેડીકલ કેમ્પમાં દર્દીઓને નિદાન, સારવાર, દવા અને જરૂરીયાત હોય તેવા કિસ્સામાં ઓપરેશન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. સ્થાનિક સરકારી હોસ્પિટલોની માળખાકીય સુવિધાનો ઉપયોગ થશે. એક લોકસભા ક્ષેત્ર દિઠ એક મેગા કેમ્પ યોજાય તો ગુજરાતમાં ૨૬ કેમ્પ યોજાવા પાત્ર છે. હાલ આયોજન પ્રારંભિક તબક્કે છે. આખરી નિર્ણય થયા બાદ વિગતવાર કાર્યક્રમ જાહેર થશે.

(12:30 pm IST)