Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રવિવારે સાંસદોને મુખ્યમંત્રીનું તેડુ : તે જ દિ'એ ભાજપ શિસ્ત સમિતિની પ્રથમ બેઠક

સંસદના સત્રમાં ગુજરાતના પ્રશ્નો ઉઠાવવા ચર્ચા થશે

રાજકોટ તા. ૨૭ : નવી દિલ્હીમાં તા. ૩૧મીથી લોકસભા અને રાજ્યસભાનું સત્ર શરૃ થઇ રહ્યું છે. તેના પૂર્વ દિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ રાજ્યના બન્ને ગૃહના સાંસદોની બેઠક રવિવારે સાંજે ૪ વાગ્યે બોલાવી છે. દર વખતે સત્ર શરૃ થતા પૂર્વે આ પ્રકારની બેઠકો થતી હોય છે. ગુજરાતના પ્રશ્નોને સંસદના બંને ગૃહોમાં ઉઠાવવા બાબતે ચર્ચા થશે.
પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિની સાંસદ મોહનભાઇ કુંડારિયાની અધ્યક્ષતામાં રચના થયા બાદ પ્રથમ બેઠક તે જ દિવસે રવિવારે સવારે ૧૧ વાગ્યે કમલમ ખાતે મળનાર છે. જેમાં કાર્યસૂચિ બાબતે ચર્ચા થશે. આ સમિતિમાં જયાબેન ઠક્કર, કનુભાઇ માવાણી, પુષ્પદાન ગઢવી અને ભરત બારોટ સભ્ય પદે છે. સમિતિ સમક્ષ ગેરશિસ્તની ફરિયાદો આવતી જશે તે રીતે કાર્યવાહી આગળ વધશે.

 

(11:33 am IST)