Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

શેરબજાર માંદગીના ખાટલેઃ રોકાણકારોના ૫.૬ લાખ કરોડનું ધોવાણ

બપોરે ૨.૧૫ કલાકે સેન્‍સેકસ ૭૩૮ તો નિફટી ૨૦૨ પોઈન્‍ટ ડાઉનઃ છેલ્લા ૫ દિવસથી બજાર સતત ઘટે છેઃ કડાકા ઉપર કડાકાથી રોકાણકારોના શ્વાસ અધ્‍ધર : અમેરિકી ફેડરલ દ્વારા વ્‍યાજ વધારવામાં આવશે તે દહેશતને પગલે આજે શેરબજારે ગોથુ ખાધુઃ ઈન્‍ટ્રા ડે સેન્‍સેકસ ૫૭૦૦૦ તો નિફટી ૧૭૦૦૦ની અંદરઃ ૧૧૮૦ પોઈન્‍ટનુ ગાબડ

મુંબઈ, તા. ૨૭ :. શેરબજારનું એકધારૂ ધોવાણ ચાલુ છે. અમેરિકી ફેડરલ દ્વારા માર્ચમાં વ્‍યાજ વધારવામાં આવશે એવી દહેશતને પગલે આજે ભારતીય શેરબજારે ગોથુ ખાધુ છે. સેન્‍સેકસ અને નિફટીનો ફરી કચ્‍ચરઘાણ નીકળી ગયો છે. આજે પ્રારંભે જ સેન્‍સેકસ ૧૧૮૦ પોઈન્‍ટ તૂટીને ૫૬૬૭૪ સુધી પહોંચ્‍યો હતો તો નિફટી પણ ઘટીને ૧૬૯૨૮ને સ્‍પર્શ કરી ગયો હતો જો કે બાદમાં બપોરે થોડો સુધારો થયો હતો અને આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૭૩૮ પોઈન્‍ટ ઘટીને ૫૭૧૧૯ તથા નિફટી ૨૦૨ પોઈન્‍ટ ઘટીને ૧૭૦૭૫ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આજે પણ લોકોના રૂા. ૫.૬ લાખ કરોડ સ્‍વાહા થઈ ગયા હતા.
આજે તમામ સેકટર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. રીયલ્‍ટી, ફાર્મા અને આઈટીના શેરો તૂટયા છે. મિડ કેપ અને સ્‍મોલ કેપ ૧ - ૧ પોઈન્‍ટ ડાઉન છે. આજે ઝોમેટોનો શેર ૧૦ ટકાથી વધુ તૂટયો છે. દરમિયાન એસબીઆઈ ૫૨૭, એકસીસ બેન્‍ક ૭૬૯, કોટક બેન્‍ક ૧૮૬૮, સન ફાર્મા ૮૧૩, ટીવી ૧૮ બ્રોડકાસ્‍ટ ૫૮.૪૦, શારદા ૫૭૮, ગુજરાત મિનરલ ૧૧૦, કેનેરા બેન્‍ક ૨૩૯, યુનિયન બેન્‍ક ૪૬, ગુજરાત અંબુજા ૨૦૪, હેથવે કેબલ ૨૨, ઈન્‍ડીયન બેન્‍ક ૧૪૪, ટાઈટન ૨૩૦૫, વિપ્રો ૫૪૩, ટેક. મહિન્‍દ્રા ૧૪૪૬, એચસીએલ ૧૦૮૩, એપોલો ટાયર ૭૩૮, ફિનોલેકસ ૧૭૯, ટોરેન્‍ટ ફાર્મા ૨૬૭૬ ઉપર છે.
 

(2:57 pm IST)