Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રિપબ્લિક ડે પરેડ : નારી શકિત છવાઇ ગઇ : BSFની મહિલા સૈનિકોએ મોટર સાયકલ પર બતાવ્યા હેરત અંગેજ સ્ટંટ

બુલેટ પર એક સાથે ચાલીસ જેટલી મહિલા સૈનિકોએ પિરામીડ પણ બનાવ્યો

નવી દિલ્હી, તા. ૨૭: ગણતંત્ર દિવસ નિમિત્ત્।ે યોજાયેલી પરેડ દરમિયાન બીએસએફની મહિલા શકિતએ લોકોના દિલ જીતી લીધા હતા.

સામાન્ય રીતે પરેડ દરમિયાન બુલેટ પર જવાનો કરતબ બતાવતા હોય છે ત્યારે આજે બીએસએફની મહિલા સૈનિકોની બુલેટ ટીમને પણ પરેડમાં સામેલ કરવામાં આવી હતી.

બોર્ડર સિકયુરિટી ફોર્સની સીમા ભવાની તરીકે ઓળખાતી મહિલાઓની બુલેટ ટીમે રાજપથ પર જાત જાતના કરતબ બતાવીને હાજર લોકોને દંગ કરી દીધા હતા.

આ દરમિયાન બુલેટ પર એક સાથે ચાલીસ જેટલી મહિલા સૈનિકોએ પિરામીડ પણ બનાવ્યો હતો.

જે પ્રકારે બીએસએફના પુરૂષ સૈનિકો મોટર સાયકલ પર કરતબ બતાવતા હોય છે તેવા જ કરતબ આ મહિલા સૈનિકોએ પણ બતાવ્યા હતા અને નારી શકિતની અદભૂત મિસાલ રજૂ કરી હતી.

(10:39 am IST)