Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ગણતંત્ર દિવસે પીએમ મોદીની ટોપીની ચર્ચાઃ સલામી પણ જુદી

ગણતંત્ર દિવસ સમારોહમાં વડાપ્રધાન મોદીએ ઉત્ત્।રાખંડની ટોપી પહેરી હકીઃ આ ટોપી પર બ્રહ્મકમળ છપાયેલું હતું: આની સાથે જ, તેમણે મણિપુરનો ગમછો પહેર્યો હતો

નવી દિલ્હી,તા. ૨૭ : ભારતના ૭૩મી ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના રાજપથ પર ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો. આ અવસરે વડાપ્રધાન  મોદીએ ખાસ પ્રકારની ટોપી અને ગમછો ઓઢ્યો હતો. આની સાથે જ, તેમણે ગણતંત્ર દિવસના અવસરે ખાસ અંદાજમાં તિરંગાને સલામી આપી.

ગણતંત્ર દિવસ સમારોહમાં વડાપ્રધાન મોદીએ ઉત્ત્।રાખંડની ટોપી પહેરી હતી. આ ટોપી પર બ્રહ્મકમળ છપાયેલું હતું. આની સાથે જ તેમણે મણિપુરનો ગમછો લીધો હતો. ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ જે અંદાજમાં તિરંગગાને સલામી આપી, તે નૌસેનાને સમર્પિત હતી.

સેનાના ત્રણેય અંગોની સલામીના અંદાજ અલગ-અલગ હોય છે. ૭૩મી ગણતંત્ર દિવસ સમારોહમાં તિરંગો  ફરકાવવા દરમિયાન પીએણ મોદીએ નૌસેનાના અંદાજમાં સલામી આપી. નૌસેનામાં સલામી હંમેશા જમણા હાથના પંજાને થોડું આગળ તરફ નમાવીને આપવામાં આવે છે.

આની સાથે જ, રાજપથ પર તિરંગો લહેરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ઘ સ્મારક પણ ગયા. ત્યાં તેમણે સેનાના જવાનોને સલામી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ઘ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી.

(10:38 am IST)