Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

અમેરીકામાં કામ કરતા એચ-૧બી વીઝા ધારક ભારતીયોને રાહતઃ નવી સરકારે લીધો મહત્વનો નિર્ણય

એક મહત્વના ફેંસલામાં એચ-૧બી વીઝા ધારક કર્મચારીના જીવનસાથીઓને કામ ચાલુ રાખવા મંજુરી : ટ્રમ્પ વખતે આવા લોકોને લઇને હતી આશંકા

ન્યુયોર્કઃ જો બાઇડને અમેરીકાના રાષ્ટ્રપતિના રૂપે શપથ ગ્રહણ કર્યા અત્યારે ફકત એક સપ્તાહ જ થયું છે. પરંતુ આ બધાની વચ્ચે તેની સરકારે એવો મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. તેનાથી અમેરીકામાં કામ કરી રહેલા એચ-૧બી વીઝા ધારક ભારતીયોએ અત્યંત રાહતનો શ્વાસ લીધો છે. બાઇડન પ્રશાસને આ મહત્વના નિર્ણયમાં એચ-૧બી વિઝાધારક કર્મચારીઓના એચ-૪ વીઝા ધારક જીવનસાથીઓને કામ યથાવત રાખવાની મંજુરી આપી દીધી છે.

તે પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં એચ-૧બી ધારક કર્મચારીઓના જીવનસાથીઓને આ વાતની આશંકા બનેલી હતી. અમેરિકામાં ચાર વર્ષ વીત્યા બાદ માલુમ નથી. તેને આગળ વધારવાની મંજુરી મળશે અથવા નહિ. હવે બાઇડન પ્રશાસને આ નિર્ણયથી તે આશંકાઓ પર વિરામ લાગી ગયો છે. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના શાસનકાળમાં એચ-૧ બી વિઝાધારકોના જીવનસાથિઓને અમેરિકામાં કામ કરવાની મંજુરી અંગે કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ આ કાયદાને રદ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા જો કે બાઇડેનના નિર્ણયથી હવે તેના પર વિરામ લાગી ચુકયો છે.

(4:11 pm IST)