Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

દિપ સિધ્ધુને એનઆઇએનું સમન્સઃ સની દેઓલનો પ્રચાર કરેલ

જાણો કોણ છે પંજાબી અભિનેતા જેના ઉપર ખેડૂતોને ભડકાવાનો આરોપ છે

નવી દિલ્હી તા. ર૭: રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલીમાં હિંસા અને લાલ કિલ્લા ઉપર પ્રદર્શન બાદ ખેડૂતોએ પંજાબી અભિનેતા દીપ સિધ્ધુ ઉપર લોકોને ભડકાવાનો આરોપ લગાડયો છે. લાલ કિલ્લા ઉપર નિશાન સાહીબ લહેરાવ્યા બાદ સિધ્ધુનો એક વિડીયો પણ સોશ્યલ મિડીયામાં આવેલ. જેમાં તે લોકો ભડકાવતા નજરે પડેલ.

દીપ સીધ્ધુ અભિનેતા હોવાથી તેમણે ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલનો ચૂંટણી પ્રચાર કરવા ઉપરાંત ચૂંટણી પ્રભારી પણ હતા. પણ ગત વર્ષે ડીસેમ્બરમાં સન્નીએ સિધ્ધુથી દુરી બનાવી લીધી હતી. થોડા સમય પહેલા સિધ્ધુનો એક વિડીયો આવેલ. જેમાં તેઓ સિંધુ બોર્ડરે ખેડૂતો સાથે ઉભા હતા. તેઓ પોલીસ અધિકારી સાથે અંગ્રેજીમાં વાત પણ કરતા વિડીયોમાં દેખાયેલ.

ગયા અઠવાડીયે એનઆઇએએ શીખ ફોર જસ્ટીસ મામલે તપાસ માટે સિધ્ધુને હાજર થવા સમન્સ મોકલેલ. જે ૧પ ડિસેમ્બરે મામલો નોંધાયેલ. લાલ કિલ્લાની ઘટના બાદ ખેડૂતો સંગઠનો પણ સિધ્ધુ સાથે છેડો ફાડી રહ્યા છે. લાલ કિલ્લાની ઘટના બાદ સિધ્ધુએ એક વિડીયો ટ્વીટ કરેલ. સમગ્ર ઘટનાક્રમ બાદ સની દેઓલે ટ્વીટ કરેલ કે મારો કે મારા પરિવારનો દીપ સિધ્ધુ સાથે કોઇ સંબંધ નથી.

(3:46 pm IST)