Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

લાલ કિલ્લા ઉપર ઝંડો ફરકાવવાનો મામલો સુપ્રિમ કોર્ટમાં: પગલાની માંગ

નવી દિલ્હી, તા., ર૭: દિલ્હીમાં ગઇકાલે ખેડુતોની ટ્રેકટર રેલી દરમ્યાન લાલ કિલ્લા ખાતે પોતાનો ઝંડો ફરકાવનારનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચી ગયો છે. મામલાને લઇને એક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ ભારતના મુખ્ય ન્યાયધીશએ એ.એસ. બોબડેને પત્ર લખી લાલ કિલ્લા પર કોઇ બીજા સમુદાયના લોકોનો ઝંડો ફરકાવનાર સામે કડક પગલા લેવા માંગ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે આ કૃત્ય શરમજનક અને દુઃખ પહોંચાડતુ છે આવુ કરનારને કડક સજા આપવાની પણ માંગ થઇ છે.

(11:55 am IST)