Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

લદાખમાં ભૂકંપના આંચકાથી ફફડાટ : રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3,6ની નોંધાઈ

નવી દિલ્હી : કેન્દ્ર શાસિત લદાખમાં મંગળવાર મોડી રાતે અને બુધવારે વહેલી સવારે એટલેકે 12.48 વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપના .લોકોમાં ફફડાટ જોવાયો હતો સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 માપવામાં આવી છે. જો કે આમાં કોઈપણ પ્રકારનુ નુકસાન થયુ હોવાનુ જાણવા મળ્યું નથી.

 આ પહેલા મંગળવારે સાંજે 7.28 વાગ્યે, મહારાષ્ટ્રના પૂના જિલ્લાના પુરંદર પાસે પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 માપવામાં આવી હતી

(11:43 am IST)
  • સુબ્રમણ્યમ સ્વામીના એક ટવીટે ખળભળાટ સર્જયો : ભાજપના સાંસદ શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ તેના ટવીટર હેન્ડલ @swamy39 ઉપર ટવીટ કયુ છે આ ટવીટે ખળભળાટ મચાવ્યો છે. હજારો લાઇક અને રીટવીટ થઇ રહયા છે. ‘પીએમઓ’માં ઉચ્ચ સ્થાને બીરાજતા લોકોની નજીક રહેલ ભાજપના સભ્યએ લાલ કિલ્લાના ડ્રામામાં ઉશ્કેરણી સર્જનાર એજન્ટ તરીકે ભાગ ભજવ્યાની ભારે ચર્ચા છે, જે ‘‘ફેઇક પણ હોઇ શકે છે અથવા દુશ્મનોની ફેઇક આઇડી પણ હોઇ શકે છે. આ ચેક કરવા અને જણાવવા અપીલ કરું છું’’ access_time 12:30 pm IST

  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST