Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સામાન્ય લોકોનાં ખિસ્સા પર વધ્યું ભારણ :પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ફરી વધારો ઝીકાયો

મુંબઈમાં પેટ્રોલ 92.86 રૂપિયા અને ડીઝલ 83.30 રૂપિયાનાં ભાવે પહોંચ્યું

નવી દિલ્હી : મોંઘવારીનો ભાર સામાન્ય લોકો ઉપર ચાલુ છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ 27 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. મળતી માહિતી મુજબ, પેટ્રોલ દિલ્હીમાં 86.30 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 92.86 રૂપિયા અને ડીઝલ 83.30 રૂપિયાનાં ભાવે, કોલકાતામાં પેટ્રોલ 87.69 રૂપિયા અને ડીઝલ 80.08 અને ચેન્નઈ ખાતે પેટ્રોલ 81.71 અને ડીઝલ 81.71 નાં ભાવે વેચાય છે.

 

નોઈડામાં પેટ્રોલ 85.67 રૂપિયા અને ડીઝલ 76.33 રૂપિયા પ્રતિ લિટર, ગુરુગ્રામમાં પેટ્રોલ 84.43 રૂપિયા અને ડીઝલ 77.08 રૂપિયા પ્રતિ લીટર, લખનઉમાં પેટ્રોલ 85.40 રૂપિયા અને ડીઝલ 76.60 પ્રતિ લીટર, પેટનામાં પેટ્રોલ 88.76 રૂપિયા અને ડીઝલ 81.63 રૂપિયા પ્રતિ લીટર, રાંચી ખાતે લિટર દીઠ પેટ્રોલ 84.80 રૂપિયા અને ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લીટર અને બેંગલુરુમાં પેટ્રોલ .89.21 રૂપિયા અને ડીઝલ 81.10 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે ગ્રાહકોને મળી રહ્યુ છે.

 

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ દર અને ડીઝલ દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં રેટમાં સુધારો કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેલની કિંમતમાં બમણો વધારો થાય છે.

(10:41 am IST)
  • ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલા હોબાળો માટે માફી માંગી : તેમણે કહ્યું કે હિંસાના ગુનેગારો સંયુક્ત ખેડૂત મોરચાના ભાગ નથી. શિવકુમાર કક્કા એક ખાનગી ચેનલ સાથે વાત કરી રહ્યા હતા. access_time 7:57 pm IST

  • લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનને છોડીને બધા જ મેટ્રો સ્ટેશન ખૂલ્યા, પરિસ્થિતિ સામાન્ય : દિલ્હી મેટ્રો access_time 11:49 am IST

  • કિસાનોની ટ્રેકટર પરેડ રેલી અંગે એકશન શરૃઃ હિંસાની રર એફઆઇઆર નોંધાઇ : દિલ્હીમાં ગઇકાલે થયેલી હિંસા મામલે હવે પગલા શરૂ થયા છે. અત્યાર સુધીમાં રર એફઆઇઆર નોંધવામાં આવી છે. વિડીયો સીસીટીવી ફુટેજ જોઇને ઉપદ્રવીઓની ઓળખ થઇ રહી છે. સ્પેશ્યલ સેલ ક્રાઇમ બ્રાંચ એકશન મોડમાં access_time 11:47 am IST