Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ઇટાલીમાં મોટી રાજકીય અસ્વસ્થતાઃ PM જયુસેપ કોન્ટેએ આપ્યું રાજીનામું

રોમ, તા.૨૭: પરિવર્તન સંસારનો નિયમ છે અને ગીતામાં પણ આ કહેવામાં આવ્યું છે, જેની તમામને ખબર છે પણ તે પરિવર્તન કઇ રીતે આવે છે તે પણ મહત્વનું છે. જો કે, પરિવર્તન વિશે એવુ પણ માનવામાં આવે છે કે, પરિવર્તન હંમેશા કષ્ટદાઇ હોય છે અને આવુ જ કંઇક કષ્ટ પડ્યુ છે ઇટાલીનાં રાજકીય ફલક પર.

ઇટાલીના વડા પ્રધાન જિયુસેપ કોન્ટેએ મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સમાચાર એજન્સી  રોઈટર્સે રાષ્ટ્રપતિના નિવેદનને ટાંકીને અહેવાલ આપ્યો છે. રાજીનામા બાદ નવી સરકારની રચના થવાની સંભાવના છે. તે જ સમયે, કોન્ટે પહેલાં સેનેટમાં તેમની સરકારને પછાડતા બચાવ્યા પછી, તેમણે ગઠબંધનની બહારના સાંસદોને તેમની લદ્યુમતી સરકારમાં જોડાવા વિનંતી કરી હતી. નોંધપાત્ર રીતે, વડા પ્રધાનને કોરોના રોગચાળાને કારણે થતાં આર્થિક સંકટમાંથી મુકત થવા માટે બહુમતીની જરૂર છે, તેથી જ તેમણે સાંસદોને તેમની પાર્ટીમાં જોડાવા વિનંતી કરી છે.

(10:20 am IST)