Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પત્નિ બીજે ભાગી જતા જજનું પતિને આશ્વાસન, 'હવે તેને ભૂલી જાઓ ને બીજી શોધવા લાગો'

પટણા, તા.૨૭: બિહારની રાજધાની પટનામાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે આરોપીને જામીન આપતા પીડિત પતિને કહ્યું હતું કે, 'હવે બીજા સાથે ભાગી ગયેલી પત્નીને ભૂલી જાઓ અને બીજાની શોધખોળ શરૂ કરો. તે હવે કયાં તમારી રહી છે?' આ કિસ્સો સીતામઢીના બથનાહાનો છે. અહીં એક શખ્સે તેની પત્ની વિરૂદ્ઘ છેતરપિંડીનો કેસ કર્યો હતો. આ જ કેસની સુનાવણી કરતા ન્યાયાધીશ (જજ) પી.કે. ઝાએ હતાશ પતિને આશ્વાસન આપતાં કહ્યું કે, 'હવે તમારી પત્નીને ભૂલી જાઓ કે જે અજાણ્યાં જોડે ભાગી ગઇ છે અને હવે કોઇ બીજી છોકરીને શોધો.'

બચાવ પક્ષના વકીલ વાય.સી. વર્માએ જણાવ્યું કે, '૨૫ વર્ષના નાગેન્દ્રકુમાર જયસ્વાલના લગ્ન વર્ષ ૨૦૧૭માં તાન્યા નામની એક યુવતી સાથે થયા હતાં. લગ્ન બાદ તાન્યા તેના પતિ સાથે સાસરીએ નાનપુર રહેવા ચાલી ગઈ. જયાં તેને નાગેન્દ્રને આગળનો અભ્યાસ શરૂ રાખવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેથી નાગેન્દ્રએ પત્નીની ઇચ્છાનું માન રાખી દરભંગાની કાલિદાસ સૂર્ય દેવ કોલેજમાં તેનું એડમિશન કરાવી દીધું હતું.

નાગેન્દ્રના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, 'લોકડાઉન બાદ ૨૨ એપ્રિલના રોજ તાન્યા પોતાના સાસરે ચાલી ગઇ અને ત્યાં પોતાના કાકાના ઘરે રહેવા લાગી. તેના બરાબર એક મહીના બાદ તે તેના કાકાના ઘરેથી ૨૩મીના રોજ એકાએક ગાયબ થઇ ગઇ. ઘરના લોકોએ મોબાઇલથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન કાયમ સ્વિચ ઓફ આવતો. થોડાંક દિવસ બાદ જાણવા મળ્યું કે, જયારે તે લગ્ન પહેલાં કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની દોસ્તી રાજેશ કુમાર નામના એક શખ્સ સાથે થઇ ગઇ હતી. તાન્યાને શોધવા અને જાણકારી મેળવ્યા બાદ તેના પતિ નાગેન્દ્રએ એવો દાવો કર્યો કે, 'તેની પત્ની તે જ રાજેશ કુમાર સાથે ભાગી ગઇ છે.'

(10:19 am IST)
  • દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં: ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, નરેન્દ્રભાઇ મોદી સાથે પણ કરી શકે છે મુલાકાત, કડક કાર્યવાહીના અપાઇ શકે છે નિર્દેશ access_time 11:50 am IST

  • ફેસબુક વાપરતા ૬૦ લાખ ભારતીયોના ફોન નંબર વેચવા મુકાયા મોટો ખળભળાટ: ફેસબુકનો ઉપયોગ કરી રહેલા ૬૦ લાખ જેટલા ભારતીય લોકોના ફોન નંબર ટેલિગ્રામ ઉપર વેચવા માટે મૂકવામાં આવ્યા છે access_time 8:07 pm IST

  • સુબ્રમણ્યમ સ્વામીના એક ટવીટે ખળભળાટ સર્જયો : ભાજપના સાંસદ શ્રી સુબ્રમણ્યમ સ્વામીએ તેના ટવીટર હેન્ડલ @swamy39 ઉપર ટવીટ કયુ છે આ ટવીટે ખળભળાટ મચાવ્યો છે. હજારો લાઇક અને રીટવીટ થઇ રહયા છે. ‘પીએમઓ’માં ઉચ્ચ સ્થાને બીરાજતા લોકોની નજીક રહેલ ભાજપના સભ્યએ લાલ કિલ્લાના ડ્રામામાં ઉશ્કેરણી સર્જનાર એજન્ટ તરીકે ભાગ ભજવ્યાની ભારે ચર્ચા છે, જે ‘‘ફેઇક પણ હોઇ શકે છે અથવા દુશ્મનોની ફેઇક આઇડી પણ હોઇ શકે છે. આ ચેક કરવા અને જણાવવા અપીલ કરું છું’’ access_time 12:30 pm IST