Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

એર ઇન્ડિયાની હરરાજી સંપ્રુણપણે રાષ્ટ્રવિરોધી : કોર્ટના દ્વાર ખખડાવીશ : ભાજપના સાંસદ સુબ્રહ્મણીયમ સ્વામી લાલધૂમ

આપણે પરિવારના રત્નોને વેચી ન શકીએ.: આ ડીલ સમગ્રપણે રાષ્ટ્રવિરોધી

નવી દિલ્હી : સરકાર દ્વારા એર ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારી વેચવાની યોજના પર સત્તાધારી બીજેપીના જ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે એર ઈન્ડિયાની હરાજી કરવી સમગ્રપણે રાષ્ટ્રવિરોધી કામ છે.

 સ્વામીએ આ મુદ્દે સરકારની વિરુદ્ધ કોર્ટ જવાની પણ ધમકી આપી છે. નોંધનીય છે કે, ભારે દેવામાં ડૂબેલી સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયામાં પોતાની તમામ હિસ્સેદારી વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે.
  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જ્યારે આ અંગેની જાહેરાત કરી તો સ્વામી ભડકી ઉઠ્યા. તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે, આ ડીલ સમગ્રપણે રાષ્ટ્રવિરોધી છે અને હું તેની વિરુદ્ધ કોર્ટમાં જવા માટે બાધ્ય છું. આપણે પરિવારના રત્નોને વેચી ન શકીએ.

ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયામાં હિસ્સેદારી વેચવા માટે સરકારે બોલીઓ મંગાવી છે. તેની અંતિમ તારીખ 17 માર્ચ 2020 છે. સાથોસાથ સરકારે સબ્સિડિયરી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) અને એરપોર્ટ સર્વિસ કંપની AISATSને પણ વેચવા માટે બોલીઓ આમંત્રિત કરી છે. અરે ઈન્ડિયાને વેચવા માટે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સએ હાલમાં ડ્રાફ્ટને મંજૂરી આપી છે. ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)ની અધ્યક્ષતાવાળી જીઓએમની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

(12:07 pm IST)