Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

દિલ્હીમાં રંગારંગ પરેડઃ પ્રગતિ-શકિત અને દેશભકિતના દર્શનઃ વિશ્વએ નિહાળી ભારતની તાકાત

૭૧માં ગણતંત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીના રાજપથની પરેડે દેશવાસિઓને જોશ અને જનૂનથી ભરી દીધા હતા. તો હવે રાષ્ટ્રપતિ ભવનમાં ગણતંત્ર દિવસના અવસર પર 'એટ હોમ' કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા છે. એટ હોમ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.  રાજપથની પરેડમાં ૭૧મી ગણતંત્ર દિવસના અવસર પર દુશ્મનને સૈન્ય પાવરના પરાક્રમનો સંદેશ આપવાની સાથે ભારતની સોફ્ટ પાવરની શકિતનો દુનિયાને પરિચય થયો હતો. રવિવારે રાજપથ પર હાજર હજારો લોકોને ભારતનો સમૃદ્ઘ સાંસ્કૃતિક વારસો, ન્યૂ ઈન્ડિયાની પ્રગતી અને સ્વાવલંબી ભારતની તસવીર જોવો મળી હતી. તો બીજીતરફ અટારી-વાદ્યા સરહદ પર બીટિંગ રિટ્રીટ સમારોહ માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.  મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ સમારોહ વર્ષમાં બે વાર થાય છે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટે. દર વખતે વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, રાજદૂતો અન્ય ગણમાન્ય લોકો સિવાય પત્રકારોને પણ આમંત્રણ આપવામાં આવે છે. આ વખતે પણ સમારોહમાં દેશની દ્યણી મહત્વપૂર્ણ હસ્તિઓને એટ હોમમાં બોલાવવામાં આવી છે.

(11:44 am IST)