Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

પヘમિ બંગાળ વિધાનસભામાં CAA વિરૂધ્‍ધ પ્રસ્‍તાવ પાસ થશે

પ્રસ્‍તાવ પાસ થશે તો કેરળ, પંજાબ, રાજસ્‍થાન બાદ બંગાળ બનશે ચોથુ રાજ્‍ય

નવી દિલ્‍હી તા. ૨૭ : નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ ટીએમસી આજે વિધાનસભામાંપ્રસ્‍તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે વિશેષ સેશન બોલાવવામાં આવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાની વિરુદ્ધ કેરળ, પંજાબ અને રાજસ્‍થાન વિધાનસભામાં પ્રસ્‍તાવ પાસ થઈ ચૂક્‍યું છે.

મિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ ૨૦ જાન્‍યુઆરીના રોજ કહ્યું હતું કે, તેમની સરકાર આગામી ત્રણ-ચાર દિવસોમાં સીએએની વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્‍તાવ પાસ કરશે. તેમણે અન્‍ય રાજયો, ખાસ કરીને પૂર્વોત્તર રાજયોથી પણ આવા પ્રસ્‍તાવ પાસ કરવાની અપીલ કરી હતી. મમતાએ કહ્યું હતું કે, અમે ત્રણ મહિના પહેલા એનઆરસીની વિરુદ્ધ પ્રસ્‍તાવ પાસ કરી ચૂક્‍યા છે. આગામી ત્રણ-ચાર દિવસોમાં અમે સીએએની વિરૂદ્ધ પ્રસ્‍તાવ પાસ કરી કરીશું. માર્કસવાદી કમ્‍યુનિટી પાર્ટીની આગેવાનીવાળી કેરળ સરકાર, પંજાબ અને રાજસ્‍થાનની કોંગ્રેસ સરકાર પણ સીએએની વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્‍તાવ પાસ કરી ચૂકી છે અને આ વિવાદાસ્‍પદ કાયદાને નાબૂદ કરવાની માંગ કરી રહ્યાં છે.

(11:08 am IST)