Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્‍ટ્રી ! ચીનનો મૃત્‍યુઆંક ૮૦

જયપુરની હોસ્‍પિટલમાં શંકાસ્‍પદ દર્દી ભરતી

જયપુર, તા.૨૭: ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવ્‍યો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે ૮૦ લોકોના મોત થઈ ચુક્‍યા છે. ૨૩૭ લોકોની હાલત ગંભીર છે. સ્‍વાસ્‍થ્‍ય વિભાગે અત્‍યાર સુધીમાં ૧૨૮૭ લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ હોવાની વાત સ્‍વિકારી છે. જયારે વિશ્વના બિજા વિસ્‍તારોમાં સાવધાની રાખવામાં આવી રહી છે. તો આ સમયે જયપુરમાં કોરોના વાયરસનો શંકાસ્‍પદ કેસ સામે આવ્‍યો છે. તેમને સરકારી હોસ્‍પિટલમાં ભર્તી કરવામાં આવ્‍યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના વાયરસથી પીડિત યુવક ચીનમાં અભ્‍યાસ કરી રહ્યો છે. આ બિમારીના લક્ષણો મળ્‍યા બાદ તેને હોસ્‍પિટલમાં ભર્તી કરવામાં આવ્‍યો છે. જયપુરની એસએમએસ હોસ્‍પિટલના સુપ્રિટેન્‍ડન્‍ટ ડીએસ મીણાએ પુષ્ટી કરી છે કે એક દર્દીને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્‍યો છે. તેમણે જણાવ્‍યું કે તેમના સેમ્‍પલ ટેસ્‍ટ માટે મોકવામાં આવ્‍યા છે. હજુ સુધી કોરોના વાયરસની પુષ્ટી થઈ નથી.

(11:05 am IST)