Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

યુ.એસ.માં ‘‘મેરીલેન્‍ડ હાઉસ ઓફ ડેલિગેટસ''માં ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણશાષાી શ્રી સમીર પાઉલ : શિક્ષણને પ્રાધાન્‍ય આપવાના હેતુ ઉપરાંત,સ્ત્રી પુરુષને સમાન હકકો,હેલ્‍થકેર, એન્‍વાયરમેન્‍ટ સહિતના મુદે ડેમોક્રેટ તરીકે ૧૬મા ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી : પ્રાઇમરી ચૂંટણી ૨૬ જુન ૨૦૧૮ના રોજ

મેરીલેન્‍ડ : યુ.એસ.માં મેરીલેન્‍ડના ૧૬મા ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણશાષાી શ્રી સમીર પાઉલએ સ્‍ટેટ હાઉસ ઓફ ડેલિગેટસમાં ઉમેદવારી નોંધાવી છે.

શ્રી સમર સિલ્‍વર સ્‍પ્રિંગ મેરીલેન્‍ડમાં આવેલી મોન્‍ટોગોમેરી બ્‍લેર હાઇસ્‍કૂલમાં કોમ્‍પ્‍યુટર સાયન્‍સ ટીચર છે. જેમણે ૧૬માં ડીસ્‍ટ્રીકટના ᅠબેથેસદમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે.તેઓ શિક્ષણ સાથે સંકળાયેલા હોવાથી સ્‍વાભાવિક તેમણે શિક્ષણને પ્રાધાન્‍ય આપવાના હેતુ સાથે ઉમેદવારી નોંધાવી છે.

તેમણે મોન્‍ટેગોમેરી કાઉન્‍ટીમાં ‘‘રાઇઝીંગ સ્‍ટાર ટીચર ઓફ ધ ઇયર ૨૦૧૬''  તરીકે નામના મેળવી છે. તેમજ નેશનલ એજયુકેશન એશોશિએન દ્વારા ૨૦૧૭માં બહાર પડાયેલી ‘‘થર્ટી અન્‍ડર થર્ટી'' યાદીમાં પણ સ્‍થાન મેળવેલું છે.

તેઓસ્ત્રીઓ તથા પુરુષોને સમાન હકકો,પબ્‍લીક ટ્રાન્‍ઝીટ, એન્‍વાયરમેન્‍ટ, ઇકોનોમી, હેલ્‍થકેર સહિતના મુદે ચૂંટણી લડી રહ્યા છે.શ્રી પાઉલએ ૨૦૧૨ની સાલમાં પ્રેસિડન્‍ટ બરાક ઓબામાના ચૂંટણી કમ્‍પેનમાં પણ સેવાઓ આપી હતી. ૨૬ જુનના રોજ પ્રાઇમરી ચૂંટણી છે.

(10:00 pm IST)