Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ભારતીય મૂળના આ બાળકે મહાન વૈજ્ઞાનિકોને IQ ટેસ્ટમાં પાછળ છોડ્યા

લંડન : બ્રિટનમાં ભારતીય મૂળના 10 વર્ષના બાળકે મેનસા આઇક્યૂ ટેસ્ટમાં સૌથી વધુ ૧૬૨ અંક પ્રાપ્ત કરીને આ દશકમાં સૌથી ઓછી ઉંમરમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તેણે મહાન વૈજ્ઞાનિકો સ્ટીફન્સ હોકિંગ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા કુશાગ્ર લોકોને પાછળ છોડ્યા છે. મેહુલ ગર્ગે આ કારનામું કરી બતાવ્યું છે. મેહુલ ગર્ગે તેના 13 વર્ષના મોટા ભાઇ ધ્રુવના પગલે ચાલતા સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય લીધો હતો.

ધ્રુવે ગયા વર્ષે 162 પોઈન્ટ સાથે સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. મેહુલને તેના ઘરમાં પ્રેમથી સૌ માહી કહીને બોલાવે છે. તેની માતા દિવ્યા ગર્ગે જણાવ્યું હતું કે, 'માહી પણ ખૂબ સ્પર્ધાત્મક છે. તેના ભાઇને ગયા વર્ષે આટલાજ અંકો મળ્યા હતા, એટલે માહી પણ બતાવવા માંગતો હતો કે તે પોતાના ભાઈ કરતાં ઓછો નથી.' દક્ષિણ ઈંગ્લેન્ડની રીડીંગ બોયઝ ગ્રામર સ્કૂલના આ વિદ્યાર્થીએ મહત્તમ નિર્ધારિત ૧૬૨ અંકો પ્રાપ્ત કર્યા હતા અને હાઇ આઈક્યૂ સોસાયટી, મેનસાનો સભ્ય બન્યો છે

 

(3:38 pm IST)