Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ભારતરત્ન અટલ બિહારી વાજપાઈની બનશે ''યુગપુરુષ અટલ ''નામની બાયોપિક

મયંક પી,શ્રીવાસ્તવ નિર્દેશિક ફિલ્મમાં ભપ્પી લહેરી આપશે સંગીત :ગીતોમાં અટલજીની કવિતાઓનો સમાવેશ કરાશે

 

નવી દિલ્હી :દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપાયીના 93માં જન્મદિવસના અવસરે નવી દિલ્હી સ્થિત પ્રેસ ક્લબમાં કેક કાપીને અટલ બિહારી વાજપાયીની લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે કામના કરવામાં આવી હતી.સ્પેક્ટ્રમ મૂવીઝે તેમના રાજકીય જીવન પર આધારિત ફિલ્મયુગપુરુષ અટલની બનાવવા જાહેરાત કરી હતી ફિલ્મના નિર્દેશક મયંક પી.શ્રીવાસ્તવે કહ્યું કે, ફિલ્મ અટલજીના જીવનના દરેક પાસાને વરી લેતાં તેમના જીવનની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હશે જેમાં તેમના બાળપણથી લઇને અત્યારસુધીના જીવનને પડદા પર દર્શાવવામાં આવશે.

  નિર્માતા રણજીત શર્માએ કહ્યું કે મે અટલજી સાથે ઘણું કામ કર્યું છે. મારું સપનું હતું કે હું તેમના જીવન પર એક ફિલ્મ બનાવું, જે આજે સાકાર થઇ રહ્યું છે ફિલ્મમાં બપ્પી લહેરી સંગીત આપશે.ફિલ્મના ગીતોમાં અટલજીની કવિતાઓનો સમાવેશ કરાશે તેમણે જણાવ્યું કતે ફિલ્મમાં અટલજીના સાત દશકાઓની શાલીનતા,રાજકીય જીવનના વિભિન્ન પાસાઓને દર્સાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મને વાજપાયીજીના 94માં જન્મદિવસે એટલેકે 25 ડિસેમ્બર 2018ના રોજ રિલિઝ કરવામાં આવશે.

(9:18 pm IST)