Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ડોકટરોની પાર્ટીમાં રશિયન બેલે ડાન્સર : એમ્બ્યુલન્સમાં લવાયો દારૂ

ડોકટરોનું બેજવાબદારી ભર્યું વર્તન : યુપીની ઘટના

મેરઠ તા.૨૬ : ઉત્ત્।ર પ્રદેશમાં રાજય સરકાર દ્વારા સંચાલિત લાલા લજપત રાય મેડિકલ કોલેજમાં એલ્યુમ્નાઈ મીટ દરમિયાન ડોકટરોનું ખુબજ બેજવાબદારી ભર્યું વલણ સામે આવ્યું. અહીં એમ્બ્યુલન્સનો ઉપયોગ દારુની બોટલો લાવવા માટે કરાયો તો મહેમાનોના એન્ટરટેઈન્મેન્ટ માટે રશિયન બેલે ડાન્સર્સ બોલાવવામાં આવી.

આ ઘટના સામે આવ્યા પછી મેડિકલ કોલેજના મુખ્ય આચાર્યએ વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા સિલ્વર જયુબિલી ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૯૯૨ની બેંચના ઘણાં પ્રસિદ્ઘ ડાઙ્ખકટરોને ગઢ રોડ સ્થિત કોલેજ કેમ્પસમાં બોલાવવામાં આવ્યા હતા.

એમ્બ્યુલન્સનો ઉપયોગ દારુને લાવવા માટે કરવામાં આવ્યા તેની સાથે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલ્કોહોલને કેમ્પસની અંદર જ પિરસવામાં આવ્યું. આ પછી બપોરે રશિયન બેલે ડાન્સરોએ ડાન્સ પણ કર્યો.

આ અંગે મુખ્ય આચાર્ય વિનય અગ્રવાલે જણાવ્યું કે, 'મને આ અંગે માહિતી મળી. હવે એક વાતનો સ્પષ્ટ સંકેત નથી મળી રહ્યો કે ઈન્સ્ટીટ્યુટની એમ્બ્યુલન્સ કે કોઈ પ્રાઈવેટ હોસ્પિટલની એમ્બ્યુલન્સનો ઉપયોગ દારુને લાવવા માટે કરવામાં આવ્યો છે. અમે આની ઊંડી તપાસ કરીશું.'

(5:09 pm IST)