Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

હિન્દુ મહાસભાના સંસ્થાપક મદન મોહન માલવીયાને શ્રધ્ધાજંલી આપવા એક પણ NDA નેતા ફરકર્યા નહિઃ ભાજપ સાસંદ સુબ્રમણ્યમ સ્વામી

 નવી દિલ્હી, તા.રપભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એકવારફરીથી પોતાની પાર્ટી પર નિશાન સાધતા ભાજપની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધનના મંત્રીઓને આડે હાથ લીધા હતા.સ્વામીએ હિન્દુ મહાસભાના સંસ્થાપક મદન મોહન માલવિયાનીજયંતિ સમારોહમાં સામેલ ન થનારા એનડીએ નેતાઓ પરશાબ્દિક પ્રહારો કર્યા હતા. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીનેકહ્યું કે, આજે સાંસદના વચ્ચેના હોલમાં પંડિત મદન મોહનમાલવિયાનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો. એનડીએનાકોઈપણ મંત્રી આ કાર્યક્રમમાં હાજર ન હતા. પંડિત મદનમોહન માલવિયાએ૧૯૧પમાં હિન્દુ મહાસભા અને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયનીસ્થાપના કરી હતી. ૧૯૦૯, ૧૯૧૮, ૧૯૩ર અને ૧૯૩૩માંમાલવિયાએ કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું.જ્યારે આ મામલે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાપ્રમુખ અરવિંદ ઝાએ ભાજપ પર વ્યંગ કરતા આરોપ લગાવ્યો કેભગવા પાર્ટી માત્ર મત માંગવા માટે માલવિયાનો ઉપયોગ કરેછે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના વિરોધી અરવિંદ કેજરીવાલેલોકસભા ચૂંટણીની શરૂઆત વારાણસીમાં ર૦૧૪માં પંડિતમાલવિયને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી હતી.જોકે ટ્વીટર પર ભાજપા અને કોંગ્રેસ નેતાઓએ પંડિત મદનમોહન માલવિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

(4:20 pm IST)