Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કેજરીવાલને મેટ્રો ઉદ્દઘાટનમાં આમંત્રણ ન અપાયુઃ દિલ્હીવાસીઓનું સખત અપમાન : મનિષ સીસોદીયા

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું કે કેજરીવાલને મેટ્રો ઉદ્દઘાટનમાંથી બાકાત રાખવાથી દિલ્હીના લોકોનું અપમાન થયું છે. નવી દિલ્હીની મજેન્ટામેટ્રોના ઉદ્દઘાટન પ્રસંગે કેજરીવાલને આમંત્રણ નહોતું. તેમણે ટ્વીટ કરતાં કહ્યું કે તેનું એક જ કારણ હોઈ શકે કે કદાચ કેજરીવાલને ઉદ્દઘાટનમાં બોલાવવામાં આવ્યાં હોત તો તેઓ વડાપ્રધાનને મેટ્રોના ભાડા ઘટાડાની અપીલ કરેત તે હિસાબે તેમને બોલાવવામાં આવ્યાં નથી. સિસોદીયાએ એવું પણ કહ્યું કે જેમણે પણ મેટ્રોના ભાડા વધાર્યાં છે તેમને કેજરીવાલની બીક લાગતી હતી.

(12:49 pm IST)