Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિજયભાઈ રૂપાણીની ઝળહળતી કારકિર્દીમાં અર્ધાંગીની અંજલીબેનનું અનેરૂ યોગદાન

જબ કોઈ બાત બીગડ જાયે... જબ કોઈ મુશિકલ પડ જાયે... તુમ દેના સાથ મેરા... ઓ હમનવાઝ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઝળહળતી કારકિર્દીમાં તેમના જીવન સંગીની અંજલીબેનનો અનેરો ફાળો રહ્યો છે. જીવનના દરેક ઉતાર-ચઢાવમા અંજલીબેન અને તેમનો પરિવાર સતત વિજયભાઈની સાથે જ ઉભો રહ્યો છે.

આપણને આશ્ચર્ય થશે પરંતુ વિજયભાઈ અને અંજલીબેનના પ્રેમલગ્ન છે, કહેવાય છે કે અંજલીબેનનો પરિવાર પણ જનસંઘ સાથે જોડાયેલ હતો. આ બાજુ વિજયભાઈ પણ જનસંઘને વરેલ અને આ દરમ્યાન બન્નેની થઈ મુલાકાત...

મુલાકાત આગળ ધપતી ગઈ ધીમે ધીમે આ મુલાકાત પ્રેમમાં પરીણમી અને આખરે તેઓ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા. કહેવાય છે કે, આટલા વર્ષોના દામ્પત્ય જીવન દરમ્યાન કયારેય પણ બન્ને વચ્ચે કોઈ ઝઘડો નથી થયો.

કહેવાય છે ને કે કોઈપણ સફળ વ્યકિત પાછળ સ્ત્રીનો હાથ હોય છે તો ચોક્કસપણે કહી શકાય કે વિજયભાઈની સફળતા પાછળ અંજલીબેનનો અનેરો યોગદાન છે.

જ્યારે જ્યારે વિજયભાઈ હતાશ થઈ જાય ત્યારે અંજલીબેન તેમને સમજાવીને મનોબળ મજબુત બનાવે છે, પંદરેક વર્ષ અગાઉ તેમના પુત્રના આકસ્મિક નિધનને પગલે વિજયભાઈ ભાંગી પડયા હતા. આ વેળાએ પણ અંજલીબેને જ તેમને ટેકો આપી ફરી સક્રીય કર્યા.

અંજલીબેન હાલ પણ મહિલા પાંખના સભ્ય છે, તેમજ આદર્શ ગૃહિણી તરીકે પરિવારની સમગ્ર જવાબદારી સંભાળે છે. હાલમાં જ વિધાનસભાની ચૂંટણી વેળાએ વિજયભાઈ જ્યારે રાજ્યભરમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા હતા ત્યારે રાજકોટ પશ્ચિમની બેઠકમાં વિજયભાઈ વતી પ્રચારમાં લાગ્યા હતા.

રાજકોટની ગલીઓમાં ફરીને ઘરે ઘરે જઈ અંજલીબેને વિજયભાઈને જીતાડવા અપિલ કરી હતી અને જાણે એ અપીલ કામ કરી ગઈ હોય તેમ વિજયભાઈએ રસાકસી ભર્યા આ જંગમાં ભવ્ય જીત મેળવી.

આ વેળાની ચૂંટણી વિજયભાઈ માટે એક ચેલેન્જ સમાન હતી. પોતાને પણ જીતવુ જરૂરી હતુ તો પક્ષને જીતાડવો પણ અતિ જરૂરી હતુ, ત્યારે અંજલીબેને ખૂબ જ દોડધામ કરી હતી. જાણે રાજકોટમાં પ્રચારની કમાન સંભાળી...

કદાચ વિજયભાઈએ વચન લીધુ હશે...

જબ કોઈ બાત બીગડ જાયે...

જબ કોઈ મુશ્કિલ પડ જાયે...

તુમ દેના સાથે મેરા...ઓ હમનવાઝ...

(11:45 am IST)