Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજયભાઇ રૂપાણીના શાસનના પ૦ર દિવસ....બીજીવાર મૂખ્યમંત્રી બનવા નસીબદાર રહ્યા વિજયભાઇ

ના પુછો કી મેરી મંઝીલ કહા હૈ, અભીતો સફર કા ઇરાદા કીયા હૈ, ના હારૃંગા હોંસલા ઉમરભર, યહ મેને કિસીસે નહિ ખુદ સે કિયા વાદા હૈ... પ્રજાલક્ષી કાર્યોને પગલે વિપરીત સ્થિતીમાં મા પણ પોતે પણ જીત્યા... અને પક્ષને પણ જીતાડયો... ગુજરાતના મુંખ્યમંત્રી પદે શ્રી વિજયભાઇ રૂપાણી આજે ફરી શપથ લેવા જઇ રહ્યા છે....

મુખ્યમંત્રી તરીકે પ૦ર દિવસ શાસનની ધુરા સંભાળ્યા બાદ રખેવાળ બની સરકાર સંભાળી અને હવે ફરી ગુજરાતની ગાદીએ બેસી રહ્યા છે. આમ તો ચુંટણીના પરિણામો બાદ તેમના રાજીનામા ને લઇને અનેક નામો ચર્ચામાં આવ્યા પરંતુ ભાજપ મોવડી મંડળે ફરી એક વાર વિજયભાઇ ઉપર જ મંજુરીની મહોર મારી છે.

અને ખરેખર પક્ષનો આ નિર્ણય હાલની સ્થિતીમાં એકદમ યોગ્ય જણાઇ રહ્યો છે. ભલે કદાચ પક્ષના ટાર્ગેટ મુજબની સીટો ના મળી પરંતુ એકદમ વિપરીત સ્થિતીમાં પણ સતત છઠ્ઠી વખત સરકાર બનાવી શકયા એમા વિજયભાઇનો પણ મહત્વનો ફાળો રહ્યો છે રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર તેઓ ઉભા રહ્યા હતા...તેમને હરાવવા કોંગ્રેસના ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ... કોંગ્રેસે... હાર્દિક પટેલ આણી મંડળી...કેટલીક જ્ઞાતિના આગેવાનો...સહિત અનેક હસ્તિઓ કામે લાગી હતી.

આ સ્થિતીમાં પણ વિજયભાઇએ પોતાના હરિફ ઉમેદવાર ઇન્દ્રનીલભાઇને પ૩,૭પપ જેટલા જંગી મતોથી હરાવ્યા હતા એટલુ જ નહિ આ બેઠક પર ફુલ ૧પ ઉમેદવાર ઉભા હતા અને થયેલ મદતાનના આશરે ૬૧% જેટલા મત મેળવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે ર૦૧૪માં વિજયભાઇ એ કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ કાલરીયાને ર૩,૭૪૦ જેટલા મતોથી હરાવ્યા હતા પરંતુ આ ચુંટણીમાં જીતનો માર્જીન વધીને પ૩.૭૭પ ને પહોંચ્યો એજ વિજભાઇની લોકપ્રિયતાની સાબિતી આપે છે.

વિજયભાઇની લોકપ્રિયતા પાછળ તેમણે કરેલા વિકાસના કાર્યો છુપાયેલા છે રાજકોટ પશ્ચિમ બેઠકના તો ધારાસભ્ય પરંતુ ગુજરાતના તો મૂખ્યમંત્રી નદીના સામા પ્રવાહમાં તરીને કોઇને સામા કાંઠે પહોચવુ જેટલું કઠીન હોય તેના કરતા પણ વધુ મુશ્કેલ હતું આ ચુંટણીમાં સફળતા મેળવવી...

પરંતુ વિજયભાઇ પાછા ના પડયા...દિવસ અને રાત એક કરી સતત લાગી રહ્યા ચુંટણી જીવતાની રણતીનીમાં ઉંઘને મુકી કોરાણે..ભોજન ેસાથે પણ કર્યો અન્યાય...પરંતુ પોતાની જવાબદારી સાથે કર્યો ન્યાય.

વિકાસના પ્રેરણાદાયી પાયા ઉપર ચણતર શરૂ કર્યું. ગ્રામ્યજનો હોય કે હોય શહેરીજનો... યુવાનો હોય કે હોય મહિલાઓ... ખેડૂતો હોય કે હોય વનબંધુઓ... સમતોલ વિકાસ સાથે સરકાર આગળ ધપતી ગઇ... પારદર્શકતા અને પ્રગતી... કડક પરંતુ લોકાપયોગી નિર્ણય ને પગલે વિજયભાઇ માત્ર પક્ષના જ નહિ પ્રજાના નેતા તરીકે પણ ઉભરતા ગયા...

વિજયભાઇ કોઇની પણ દરકાર કર્યા વિના પ્રજાજનોના હીત માટે કઠોર નિર્ણય લેવામાં પાછળના પડયા... રાજયમાં ગૌવંશના હત્યારાને હવે આજીવન કેદની કરી જાહેરાત... ત્યારે ગુજરાતની પ્રજાને લાગ્યું કે આને કહેવાય મુખ્યમંત્રી...

રૂપાણી સરકારે માત્ર ગામડાઓ માજ ધ્યાન આપ્યું એવું નથી. શહેરોને પણ એટલા જ ધ્યાનમાં રાખી લાખો-કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપી. પછી તે અમદાવાદ હોય કે હોય આણંદ...વડોદરા હોય કે હોય જામનગર... કે પછી હોય રાજકોટ.

વિજયભાઇ એ મુખ્યમંત્રી તરીકે દરેક સમાજને સાથે લઇને ચાલવાનો ભરપુર પ્રયાઇસ કર્યો છે. શિક્ષણને સુધારવા અથાગ પ્રયત્નો કર્યા... યુવાનો હોય કે હોય સૈનિકો ભરપુર પ્રોત્સાહનો પુરા પાડયા...ધંધા અને રોજગારને વેગ આપવાના કર્યા પ્રયાસો.

મેરેથોન હોય કે હોય સાયકલોથોન... વિજયભાઇ સતત ખડે પગે પુરાંત વાળુ બજેટ દ્વારા ગુજરાતના વિકાસની ગતિને વેગ આપવા દિશા પકડી.

પોતાની સીટ ઉપર જીતવા માટે કદાચ ઓછી મહેનત કરી હશે પરંતુ રાજયભરમાં પક્ષને જીતાડવા અથાગ પ્રયત્નો કર્યા...જોકે પરિણામ પણ આવ્યું...જેનું નામ જ છે વિજય... એ કયાંથી પામે પરાજય...

રાજકોટમાં સંઘના એક સામાન્ય કાર્યકર પરંતુ પક્ષ પ્રત્યે નિષ્ઠા અને અદ્દભુત કાર્યશેલીને પગલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહે ગુજરાતની રાજકીય આલમમાં ભાજપની પક્કડ ઢીલી પડતા આનંદીબેનના સ્થાને મુખ્યમંત્રી પદ માટે વિજયભાઇ રૂપાણી ઉપર પસંદગી ઉતારી... પક્ષ તો ઠીક વિપક્ષ પણ વિસ્મય...

પરંતુ વિજયભાઇ પક્ષના મોવડી મંડળની પરિક્ષામાં ખરા ઉતર્યા ૭ મી ઓગસ્ટ ર૦૧૬ ના રોજ ગુજરાતના મૂખ્યમંત્રી પદનો તાજ પહેર્યો ત્યારથી જ તેમની સામે ઓબીસી આંદોલન, પાટદાર અનામત આંદોલન, સહિતની સમસ્યાઓ જાણે સ્વાગત કરવા આતુર હતી.

જો કે આ તો વણીક પુત્ર...ભલે કદાચ રાજકીય આટીઘંુટીની સમજ ઓછી હોય પરંતુ કડથી કામ લેવા માતો માહેર....શાંત અને સૌમ્ય...છતા ધાર્યું તો પોતાનું જ કરાવે...અનેક આક્ષેપો થયા કે ગુજરાત સરકારનું રિમોટ તો અમિતભાઇ ના હાથમાં...વિજયભાઇ તો રબર સ્ટેમ્પમૂખ્યમંત્રી...

પરંતુ વિજયભાઇએ આવા કોઇ જ આક્ષેપો ને ગણકાર્યા વિના કાર્યો કરતા ગયા અને હરીફોને જડબા તોડ જવાબ આપતા ગયા મુખ્યમંત્રી તરીકે પ૦ર દિવસમાં વિજયભાઇ એ કરેલ મહત્વના કાર્યોની એક ઝલક જોઇએ.

રાજયના અગાઉના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇના ગુજરાતના વિકાસના ધ્યેયને નજર સામે રાખી એમની કાર્યશૈલી અપનાવી એજ માર્ગ ઉપર પ્રજાજનોની મુશ્કેલીમાં એસી ઓફીસમાં બેસીને આદેશ આપવા ના પગલે જાતે પહોંચી જઇ પ્રજાજનોને સાત્વના આપી મુશ્કેલીઓ દુર કરી લોકચાહના મેળવતા ગયા.

સમય આગળ સરકતો ગયો... આ બાજુ વિજયભાઇ પ્રજાજનોના દિલમા જગા બનાવતા ગયા... ચોમાસામા મેઘરાજાના પ્રકોપ વેળાએ અમદાવાદમાં હોળીમાં બેસી જાત માહિતી મેળવી અધિકારીઓને આદેશ આપી મુશ્કેલીઓને હલ કરવાનો પ્રયત્ન કર્યો.

એટલુ જ નહિ પુરમાં સપડાયેલ બનાસકાંઠાના પંથકમાં જાતે પાંચ દિવસ ધામા નાખી રાહત સામગ્રી.... સહાય સાથે તંત્રને દોડતુ કર્યુ... અરે એ તો ઠીક છે હાલમાં ગુજરાત માટે મુશ્કેલી સર્જનાર ઓખી વાવાઝોડા  દરમ્યાન પણ વિજયભાઇ પાછળ ના  હટયા...

ચૂંટણીના ધમધમાટ અને પ્રચારની વ્યસ્તતાને કોરે મુકી જાતે સુરત દોડી આવી કંટ્રોલ રૂમ સંભાળ્યો હતો. ખરેખર ત્યારે આવા મુખ્યમંત્રી ઉપર ગર્વ થાય... વિધાનસભાની ચૂંટણી આવી અને ફરી આવી એક અગ્નિ પરીક્ષા...

રાત-દિવસ જોયા વગર વિજયભાઇ લાગ્યા...  આ કરી મહેનત અને ભાગ્યદેવીની કૃપાથી ચૂંટણીમાં જીત પણ મેળવી અને પક્ષને બહુમતી પણ અપાવી. અને જાણે  એમના શીરપાવ પક્ષ તેમને ફરી મુખ્યમંત્રી પદનો તાજ પહેરાવી રહ્યું છે.

(11:43 am IST)