Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ખેડૂતો માટે આવે છે ‘અચ્છે દિન’: અોછા ભાવે પાક વેચવો નહિ પડે

સરકાર ખેડૂતો માટે રાજય સરકારોના સહકારથી લાવી રહી છે નવી બજાર સમર્થન પ્રણાલીઃ ખેડૂતોને મજબુરીમાં અોછા ભાવે પાક વેચવામાંથી મળશે મુકિતઃ ખેડુતને કોઇપણ પાકના ઉત્પાદન પર ખોટ જવાનો ડર રહે છે તેમાંથી હવે છુટકારો મળશેઃ યોજના સફળ રહેશે તો ખેડુતોની સ્થિતિ બદલાય જશે

નવી દિલ્હી તા.ર૬ : કેન્દ્ર સરકાર ખેડુતો માટે રાજય સરકારોના સહયોગથી નવી બજાર સમર્થન પ્રણાલી લાવવાની છે. આનાથી ખેડુતોને ન્યુનતમ સમર્થન મુલ્યથી અોછા ભાવો પર પાકને વેચવાની મજબુરીમાંથી રાહત મળી શકશે.

પ્રસ્તાવિત બજાર સમર્થન પ્રણાલીમાં રાજયો ધાન્ય અને ઘઉં સહિત ખેડુતો તરફથી ઉત્પાદીત દરેક પાક માટે સમર્થન પ્રણાલી લાવી શકશે. આ પાક કેન્દ્ર સરકાર પીડીઍસ સિસ્ટમની યાદીમાં પણ હશે. રાજય કોઇપણ પ્રકારના અનાજને સ્કીમમાં સામેલ કરી શકે છે. આમા જુવાર, બાજરો, અડદ વગેરે પણ સામેલ થઇ શકે છે.

યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજયોને ખોટની ભરપાઇ કરી દેશે. પ્રસ્તાવિત પ્રણાલી ખેડુતોને પાકના ઉત્પાદન પર ખોટ જવાનો ડર રહે છે ઍ જાખમમાંથી મુકિત અપાવશે. છેલ્લા બે વર્ષમાં અનેક વિસ્તારોમાં અોછો વરસાદ અને દુષ્કાળને કારણે કૃષિ ક્ષેત્રે જાખમ વધ્યુ છે અને અનેક ખેડુતોઍ આપઘાત પણ કર્યા છે.

રાજયોને નવી વ્યવસ્થામાં ઍ અધિકાર હશે કે જયારે જથ્થાબંધ બજારમાં ભાવમાં ઘટાડો આવે તો કેટલી માત્રામાં અને કયા પાકને ન્યુનતમ ટેકાના ભાવના દાયરામાં લાવવાના છે. રાજયો ઇચ્છે તો આ પાકને શાળાઅોમાં મીડ-ડે મીલમાં સામેલ કરવા અથવા તેને ખુલ્લા બજારમાં પણ વેચે.

સરકાર આ યોજના ઍવા સમયે લાવવાની તૈયારી કરી રહી છે કે જયારે દેશમાં ઘઉં અને કઠોળનુ રેકોર્ડબ્રેક ઉત્પાદન થયુ છે જેને કારણે જથ્થાબંધ બજારમાં તેના ભાવ ઘટવાની શકયતા ઉભી થઇ છે. જા આ યોજના સફળ રહી તો ઍનડીઍ સરકાર ખેડુતોમાં વધુ લોકપ્રિય બની શકે તેમ છે. વર્તમાન કાયદો અસ્તિત્વમાં છે તેમાં કેન્દ્ર દ્વારા માત્ર ધાન્ય, ઘઉં અને અલ્પ માત્રામાં દાળ અને કઠોળને મુલ્ય સમર્થન પ્રદાન કરવામાં આવતુ હોય છે.

પ્રસ્તાવિત યોજનામાં રાજયોને પાકની પસંદગી કરવાનો અધિકાર રહેશે. આ નવી પ્રણાલીમાં ૩૦ ટકા મદદ આપશે કેન્દ્ર સરકાર. જયારે ૪૦ ટકા મદદ પુર્વોતર અને પર્વતવાળા રાજયોમાં અપાશે. હાલ ૩૩ ટકા ધાન્ય અને ઘઉંને જ ઍમઍસપી મળે છે. જયારે ૮ ટકા જ દાળોને તથા ૧ ટકો કઠોળને મળે છે સમર્થન મુલ્ય. (૩-ર)

(9:47 am IST)