Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ભાજપ અધ્યક્ષ હવે સંગઠનને મજબુત બનાવશેઃ આવતા મહિને દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક

આવતા મહિનાથી રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ બિહાર સહિત અડધો ડઝન રાજયોની મુલાકાત લેશેઃ લોકસભાની ચૂંટણી પહેલા સંગઠનને દોડતુ કરી દેવા રણનીતિ

નવી દિલ્હી તા.ર૬ : ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં મળેલા વિજય બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ હવે સંગઠનને મજબુત બનાવવા કામે લાગ્યા છે. તેઅો આવતા મહિનાથી બિહાર સહિત બાકી રહેલા અડધો ડઝન રાજયોની મુલાકાત કરશે ઍટલુ જ નહી પક્ષના મહામંત્રીઅો તથા પદાધિકારીઅો પણ વિવિધ રાજયોની મુલાકાત લેશે. પક્ષની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પણ આવતા મહિને યોજાઇ તેવી શકયતા છે.

છેલ્લા ૩ મહિનાથી ચૂંટણીમાં વ્યસ્ત ભાજપનું નેતૃત્વ હવે સંગઠનાત્મક મજબુતી લાવવામાં જાતરાયુ છે. પક્ષના અધ્યક્ષ અમિત શાહે મહામંત્રીઅો સાથેની બેઠકમાં ચૂંટણી સફળતાના ભાવિ સંગઠનાત્મક કાર્યક્રમો ઉપર પણ ચર્ચા કરી છે.

આવતી લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજયોમાં સંગઠનાત્મક ગતિવિધિઅોને ફરી દોડતી કરવામાં આવી રહી છે. આવતા મહિનાથી અમિત શાહ અને ભાજપના પદાધિકારીઅોના લાંબા પ્રવાસ કાર્યક્રમો યોજાશે. ગુજરાત અને હિમાચલમાં સરકારની રચનાનું કામ પુરૂ થયા બાદ આ કાર્યક્રમને અંતિમ અોપ અપાશે.

આવતા મહિને ભાજપની રાષ્ટ્રીય કારોબારી બોલાવવા પણ વિચારણા પણ થઇ રહી છે. આ માટે દિલ્હી સહિત ચાર જગ્યાઅોના વિકલ્પો ઉપર પણ વિચારણા થઇ રહી છે. સંસદના બજેટ સત્રને જાતા આ બજેટ દિલ્હીમાં યોજાય તેવી શકયતા છે. વિશાખાપટ્ટનમના નામની પણ ચર્ચા છે જયાં અગાઉ યોજાયેલી બેઠક સ્થગિત કરી દેવામાં આવી હતી. (૩-૩)

(9:47 am IST)