Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ઍક જ માલિકીના ગુડ્સની આંતરિક હેરફેરઃ ઈ-વે બિલમાં મુકિત મળશે

કારખાના અને ગોડાઉન કે દુકાન વચ્ચે ૧૦ કિ.મી.થી વધુ અંતર ધરાવતા ઉદ્યોગકારોને રાહત થશે

નવી દિલ્હી, તા. ૨૬ :. જીઍસટી અંતર્ગતના ઈ-વે બિલના નિયમમાં સુધારના સંકેત મળી રહ્ના છે. ઍક જ માલિકીના ગુડ્સની ચોક્કસ હદમાં આંતરિક હેરફેર પર ઈ-વે બિલની મુકિતની વિચારણા ઉચ્ચસ્તરે ચાલી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

આગામી તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજથી દેશમાં ઈ-વે બિલનો કાયદો અમલમાં મુકાવા જઈ રહ્ના છે. પ્રારંભિક તબક્કામાં માલની આંતરરાજ્ય હેરફેર પર ઈ-વે બિલ ફરજીયાત બનાવવામાં આવ્યું છે ત્યાર બાદ જૂન ૨૦૧૮ બાદથી રાજ્યની અંદર ગુડસની હેરફેર પર પણ ઈ-વે બિલ ફરજીયાત બનાવવામાં આવશે.

ઈ-વે બિલની હાલની જાગવાઈ અનુસાર રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુ કિંમતના માલની ૧૦ કિ.મી. કે તેથી વધુના અંતરના ડિલીવરી કરવાના કિસ્સામાં ઈ-વે બિલ જનરેટ કરવું આવશ્યક છે. આ નિયમમાં કેટલાક ફેરફારની માગણી સમગ્ર દેશના ઉદ્યોગ જગત તરફથી કરવામાં આવી રહી છે. હદ મર્યાદા ૧૦ કિ.મી.થી વધારીને ૫૦ કિ.મી. અને રકમ મર્યાદા ૫૦,૦૦૦થી વધારીને ૧,૦૦,૦૦૦ કરવાની માગ કરવામાં આવી રહી છે.

ઉદ્યોગ જગતની માગણીના પગલે જીઍસટી કાઉન્સીલમાં ઈ-વે બિલના નિયમોમાં ફેરફાર અંગે  વિચારણા શરૂ થઈ છે. અધિકારી સૂત્રોઍ જણાવ્યું કે, ઉપરોકત બન્ને માગણીઅો આંશિક રીતે સ્વીકારી લેવામાં આવે તેવી શકયતા છે. તે ઉપરાંત ઍક જ માલિકીના ગુડસની હેરફેરને મુકિત પણ મળી શકે છે.

મતલબ કે કોઈ ઍક ઉદ્યોગકાર પોતાની માલિકીના કારખાનામાં ઉત્પાદન પામેલા ગુડસને પોતાની જ માલિકીના ગોડાઉન કે દુકાનમાં ચોક્કસ અંતરમાં ડિલીવર કરે ત્યારે તેને વેચાણના નિયમો હેઠળ આવરી નહીં લેતા ઈ-વે બિલ જનરેટ કરવાની ઝંઝટમાંથી મુકિત આપવામાં આવી શકે છે. આવા સંજાગોમાં ઍક ચલણ બનાવવું પડી શકે છે જે ઍક જ માલિકી હોવાની સાબિતી પુરતુ હોય. નિયમમાં આ સુધારો પ્રત્યેક વેપાર-ઉદ્યોગના ઉત્પાદકો માટે લાભદાયી નીવડી શકે છે, પરંતુ ગ્રેના ઉત્પાદકો માટે તો આશિર્વાદ સમાન બની શકે છે. સુરતની વાત કરીઍ તો કીમ, કોસંબા, પલસાણા, સચિન વગેરે ઠેકાણે ફેકટરી, મિલ, લૂમ્સના ખાતા ધરાવતા અનેક કાપડના ઉદ્યોગકારો, વીવર્સ પોતાના ગોડાઉન રિંગરોડ કાપડ માર્કેટ તથા તેની આસપાસ ધરાવતા હોય છે. આવા ઉદ્યોગકારોને ઈ-વે બિલ મુકિતનો લાભ મળશે. ખાસ કરીને ઈન્સ્પેકટર રાજનો સામનો નહીં કરવો પડે.(૨-૧)

(9:45 am IST)