Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કરદાતાઓને હવે ટેન્શન

આયકર વિભાગે સ્ક્રૂટિની શરૂ કરી

ચૂંટણી ટાણે આયકર વિભાગને શાંતિ રાખવા આદેશ અપાતા, અધિકારીઓ તપાસ પૂરી કરવા લાગ્યા

નવી દિલ્હી તા. ૨૬ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઇ છે. ત્યારે આયકર વિભાગના અધિકારીઓ સ્ક્રૂટિનીની કામગીરીમાં લાગી ગયા છે. નોટબંધીને એક વર્ષ પૂર્ણ થઇ જતાં નોટબંધી વખતની મોટા ભાગની સ્ક્રૂટિની કામગીરી ચાલી રહી છે. જોકે આ સ્ક્રૂટિની દરમિયાન પણ કરદાતાઓને પેનલ્ટી કે દંડ ફટકારી હેરાન નહિ કરવા માટે પણ ખાસ સુચના છે. હવે ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ જ આયકર વિભાગ સક્રિય થાય તેમ લાગી રહ્યું છે.

આયકર વિભાગ દ્વારા વર્ષ દરમિયાન જે કરદાતાઓએ કરચોરી કરી હોય કે ઓછો કર જમા કરાવ્યો હોય તેની સ્ક્રૂટિની ચાલી રહી છે. કરદાતાઓ દ્વારા વધારે ઘસારો બનાવીને કે પછી ઘણી વિગતો છૂપાવીને કરચોરી કરવાનો પ્રયાસ કરાયો હોય છે. જે અંગેની આયકર વિભાગના અધિકારીઓ સ્ક્રૂટિની કામગીરી કરી રહ્યા છે. કરદાતાઓને સ્ક્રૂટિની અંગેની નોટિસ આપી તેની પાસેથી ખુલાસા માંગવામાં આવી રહ્યા છે. કરદાતાઓએ ખુલાસા કરવાના હોય છે.

જોકે અધિકારી પાસે કરચોરી બદલ કરદાતાને પેનલ્ટી ફટકારવાનો પણ પાવર હોવાથી તેઓ પેનલ્ટી ફટકારી શકે છે. જેને લઇને ઘણી વખત કરદાતાઓ અપીલમાં પણ જતા હોય છે. આ પરિસ્થિતિમાં એક તો ટેકસની રકમ સરકારી તિજોરીમાં લેટ જમા થાય અને કરદાતા કે જે હાલ તો 'મતદાર'છે. તે પણ નારાજ થાય તેની સંભાવના જોતાં સ્ક્રૂટિનીની કવેરીમાં જો કરદાતા જે તે કર જમા કરાવવાની તૈયારી બતાવે તો તેને પેનલ્ટી ફટકારવાને બદલે કર જમા લઇ લેવા માટે સુચના આપવામાં આવી છે. આયકર વિભાગના સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી સ્ક્રૂટિની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા સર્ચ અને દરોડા બાદની જે તપાસ ચાલી રહી છે. તે તપાસ પણ આ સમયમાં પૂરી કરવાની કામગીરી ચાલી રહી છે.(૨૧.૫)

(9:28 am IST)