Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

‘‘ગદર પાર્ટી'': આજથી એક સૈકા પહેલાં ભારતની આઝાદી માટે અમેરિકામાં શરૂ કરાયેલી ચળવળનું પ્રતિકઃ એસ્‍ટોરિઆ ઓરેગોન, કેલિફોર્નિયા મુકામે શીખ, હિન્‍દુ, તથા મુસ્‍લિમ સ્‍વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા મળતી મીટીંગોનું સ્‍થળઃ ઐતિહાસિક યાદગીરી સમાન સ્‍થળ ઉપરનું બોર્ડ કોઇ ઉઠાવી જતા નવું તૈયાર કરાયું: ફેબ્રુ.૨૦૧૮માં બ્રોન્‍ઝ બોર્ડનું લોકાર્પણ કરાશે

કેલિફોર્નિયાઃ આજથી એક સૈકા ઉપરાંતના સમય પહેલા એટલેકે ૧૯૧૩ની સાલમાં ભારતની આઝાદી માટે અમેરિકાના એસ્‍ટોરિઆ ઓગેનો કેલિફોર્નિયા મુકામે ‘ગદર' નામથી ચળવળ શરૂ થઇ હતી. જેમાં હિન્‍દુ,શીખ, તથા મુસ્‍લિમ નાગરિકો જોડાયા હતા.

આ ઐતિહાસિક સ્‍થળ ઉપર રાખવામાં આવેલુ યાદગીરી રૂપ ગદર ચળવળનું બોર્ડ કોઇએ ગૂમ કરી દેતા તે ફરીથી બ્રોન્‍ઝ ધાતુમાંથી બનાવાયું છે. જે માટે સ્‍ટે સેનેટર બેસ્‍ટી જોન્‍સન, પૂર્વ એસ્‍ટોરીયા મેયર વિલીસ વાન ડુસેન, વોરેન્‍ટોન સ્‍થિત સુપર માટેના માલિક ઇન્‍ડિયન અમેરિકન શ્રી લોકેશકુમાર તથા તેમના ભાઇ શ્રી બહાદુર સિંઘએ ૧૬૭૦ ડોલરનું ડોનેશન આપ્‍યું હતું.

આ બોર્ડ ફેબ્રુઆર ૨૦૧૮માં તેની જગ્‍યાએ મુકાશે.

(10:05 pm IST)