Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

યુ.એસ.માં OFBJP દલાસ ટેકસાસ ચેપ્‍ટર દ્વારા ભાજપના વિજયની ઉજવણીઃ ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાં મળેલા વિજયને વધાવ્‍યોઃ વંદે માતરમનું ગાન, નરેન્‍દ્રભાઇ મોદી લિખિત કાવ્‍યનું પઠન, પ્રાસંગિક ઉદબોધનો તથા સ્‍વાદિષ્‍ટ ભોજન સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

તારીખ ૨૦ મી ડીસેમ્બર ના રોજ મિનરવા હોલ પ્લાનો માં સાંજે લગભગ વાગે '' ભાજપ"ના વિજયની ઉજવણી કરવા માટે ખુબ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ભેગા થયા હતા....કાર્યક્રમની શરુઆતમાં બહેનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું..તેમજ '' વંદેમાતરમ'' નું ગાન ગાઈને આગળ ના કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.... સભામાં દરેક રજ્યના ભાઈ-બહેનોએ હાજરી આપી હતી....પ્રથમ પ્રેસિડન્ટ bhima Panta આવકાર આપ્યો હતો અને ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા ત્યાર બાદ   દિલીપભાઈ શાહે ગુજરાત અને હિમાચલ પ્રદેશ ની ચૂંટણીમાં ૨૦૧૭ માં થયેલ વિજય ને વધાવવામાં આવેલ....

 સુબોદાસ ગુપ્તા, રોશની કથારીયા , ઘનશ્યામ કકકિયા,સુભાષ શાહ ( ગુજરાત દર્પણ ) ચંદ્ર ,આત્મન રાવલ,(DFW ગુજરાતિ સમાજ ) પ્રાસમ્ગિક પ્રવચન કરેલ..તથા કિરણ પારેખે...આપણા વડા પ્રધાન શ્રી નરેંદ્ર મોદીજી લખેલ કાવ્ય રજુ કરેલ અને ભાજપ તથા શ્રી નરેંદ્રભાઈ મોદીજી ને અભિનંદન આપેલ...સાથે સાથે ભાજપના વિજય ની કૅક કાપીને  ખુશી વ્યક્ત કરી હતી....

  ઉપેંદ્રભાઈ પટેલ ગુજરાતના જીલ્લાવાર ચૂટણી અંગેની સમીક્ષા કરી હતી..૨૦૧૮ ની અન્ય રાજ્યની ચૂટણીમાં તેમજ ૨૦૧૯ ની ચૂટણીમાં BJP ના કાર્યકરો અને ધારા સભ્યોએ પ્રજાની અપેક્ષાઓ ધ્યાન પુર્વક સંતોષવી પડશે તેમ જણાવેલ.. અંતમાં OF BJP દલાસ કોઑડીટર જીમીએ આજના પ્રસંગનેસફળ બનાવવા માટે સૌ ભાઈઓ અને બહેનો નો આભાર માનેલ...તથા અંતમાં બશેરા રેસ્ટોરન્ટના સુંદર ભોજનને ન્યાય આપી સૌ છુટા પડેલ(KM) તેવું શ્રી મુકેશ મિસ્‍ત્રીના ફોટો સૌજન્‍ય સાથે શ્રી સુભાષ શાહની યાદીમાં જણાવાયું છે.

(10:04 pm IST)