Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

આંગળીના વારંવાર ટચાકા પાડતા લોકોને આર્થરાઇટિસની સમસ્‍યા થઇ શકે અને સમય જતા હાડકાનો દુઃખાવો સહન કરવો પડે

આંગળાના સાંધાઓમાં સાઇનોવિયલ ફલુઇડ હોય છે જેનો ગેસ બહાર નીકળતા અવાજ આવે

નવી દિલ્‍હીઃ ઘણા લોકોને આંગળીઓના ટચકા પાડતા વારંવાર જોવા મળે છે. પરંતુ વધારે પડતા ટચાકા પાડવાથી સાઇનોવિયલ ફલુઇડ ઓછુ છે અને લાંબા ગાળે હાડકાનો દુઃખાવો થાય છે. ક્‍યારેક આર્થરાઇટિસની સમસ્‍યા પણ થઇ શકે છે.

તમે પણ ઘણીવાર નોટીસ કર્યું હશે કે બેઠા બેઠા ઘણા લોકો આંગળીઓના ટચાકા પાડતા રહે છે. આમ કરવામાં ઘણી મજા આવે છે અને એવું મહેસૂસ થાય છે કે હાથનો થાક ઉતરી ગયો હોય. આપણે દિવસ દરમિયાન કેટલીવાર આંગળીઓના ટચાકા પાડીએ છીએ. આંગળીઓના ટચાકા પાડતી વખતે તેમાંથી અવાજ કેમ આવે છે અને આમ વારંવાર કરવાથી આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે? આજે અમે તે બધા પ્રશ્નોનો જવાબ આપીશું. આવો જાણીએ. 

આ માટે આવે છે અવાજ

તમને જણાવી દઇએ કે બોડીના જોઇન્ટમાં એક Fluid હોય છે, જેને સાઇનોવિયલ ફ્લૂઇડ કહે છે. આંગળીઓના ટચાકા પાડતી વખતે આ જોઇન્ટની વચ્ચે Fluid નો ગેસ બહાર નિકળે છે અને તેની અંદરના જે બનેલા બબલ્સ પણ ફૂટવા લાગે છે. તેના લીધે આંગળીઓના ટચકાનો અવાજ આવે છે. તમે હંમેશા જોયું હશે કે ક્યારેય પણ આંગળીઓના ટચાકા બાદ તમે તેને ફરીથી ટચાકા પાડશો તો અવાજ આવશે નહી. તમને ફરીથી અવાજ સાંભળવા માટે ઓછામાં ઓછી 20 મિનિટનો સમય રાહ જોવી પડશે. 

રિસર્ચમાં આવ્યું સામે

એક રિસર્ચ અનુસાર વાંવાર આંગળીઓના ટચાકા પાડવાથી Synovial Fluid ઓછું થવા લાગે છે. આ Fluid ગ્રિસિંગનું કામ કરે છે એટલા માટે જો સંપૂર્ણપણે પુરૂ થઇ જાય તો તેનાથી હાડકાંમાં દુખાવો વધવા લાગે છે. 

શું આંગળીઓ ટચાકાથી આર્થરાઇટિસ થાય છે? 

કેટલાક લોકો એવું માને છે કે જો આંગળીઓના વારંવાર ટચાકા પાડવામાં આવે તો તેનાથી આર્થરાઇટિસની સમસ્યા થઇ શકે છે. પરંતુ એવું કંઇ નથી, ઘણા ડોક્ટર્સ પણ એવું માને છે કે આંગળીઓના ટચાકાથી અર્થરાઇટિસ થતો નથી. જોકે કેટલાક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી સાંધાના દુખાવાની સમસ્યા વધે છે. એટલા માટે તમે જેટલા આંગળીઓના ઓછા ટચાકા પાડશો એટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. 

(5:29 pm IST)