Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

બુલીયન માર્કેટમાં તેજીઃ સોનામાં ૧૦ ગ્રામે ૩૦૦ અને ચાંદીમાં ૭૦૦ રૂ.નો ઉછાળો

રાજકોટ, તા. ૨૬ :. બુલીયન માર્કેટમાં આજે ફરી તેજી જોવા મળી હતી. સોનામાં ૧૦ ગ્રામે ૩૦૦ અને ચાંદીમાં ૭૦૦ રૂ.નો ઉછાળો થયો હતો.  બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનિક બજારમાં સોનામાં ૩૦૦ રૂ. વધ્યા હતા. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૪૯૬૦૦ રૂ. હતા તે વધીને ૪૯૯૦૦ રૂ. થયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૩૦૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. સોનાના બિસ્કીટ ૧૦૦ ગ્રામના ભાવ વધીને ૪,૯૯,૦૦૦ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. ચાંદીમાં ૭૦૦ના ઉછાળા સાથે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ વધીને ૬૫૦૦૦ રૂ. થયા હતા.

(3:22 pm IST)