Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મહિલાઓની વિરૂધ્ધ ઘરેલુ અને શારીરિક- હિંસામાં વધારો

આ સર્વે ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન બે તબક્કામાં કરવામાં આવ્યો હતો જેમાં દેશમાં ૭૦૭ જિલ્લામાંથી ૬,૫૦,૦૦૦ પરિવારોને કવર કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી, તા.૨૬: ભારતમાં મહિલાઓની વિરુદ્ઘ ઘરેલુ અને શારીરિક-હિંસામાં વધારો થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ વાત બહાર આવી છે. આ સર્વે અનુસાર દેશમાં પાંચ રાજયોમાં ૩૦ ટકાથી વધારે મહિલાઓએ શારીરિક અને ઘરેલુ-હિંસાનો સામનો કરવો પડ્યો છે. આ પાંચ રાજયોમાં કર્ણાટક, આસામ, મિઝોરમ, તેલંગણા અને બિહારનો સમાવેશ થાય છે. ૧૮ વર્ષની ઉંમર સુધીમાં શારીરિક-હિંસાનો અનુભવ કરનારી યુવા મહિલાઓ (૧૮થી ૨૯ વર્ષ)ની ટકાવારી ૯ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધી છે જેમાં આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, મેદ્યાલય, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે.

આ સર્વે ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન બે તબક્કામાં કરવામાં આવ્યો હતો જેમાં દેશમાં ૭૦૭ જિલ્લામાંથી ૬,૫૦,૦૦૦ પરિવારોને કવર કરવામાં આવ્યા હતા.

ભારતમાં હવે દર ૧૦૦૦ પુરુષોએ ૧૦૨૦ મહિલાઓ છે. દેશમાં પહેલી વખત રેકોર્ડ બન્યો છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી વધારે થઈ ગઈ છે.

ઇન્ડિયામાં ટોટલ ફર્ટિલિટી રેટ કે પ્રતિ મહિલા બાળકોની એવરેજ સંખ્યા હવે માત્ર બે છે જે આ પહેલાં ૨.૨ હતી. 

ચોથા રાઉન્ડ અને પાંચમા રાઉન્ડના સર્વે વચ્ચે નોંધપાત્ર પ્ર ગતિ કરવામાં આવી છે. બેન્ક અકાઉન્ટ્સ ઓપરેટ કરતી મહિલાઓની સંખ્યા ૫૩ ટકાથી વધીને ૭૯ ટકા થઈ છે.

(2:46 pm IST)