Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતો એક આતંકી ઠાર : આતંકીનો મૃતદેહ હથિયારો અને દારૂગોળા સાથે મળ્યો

શ્રીનગર :  પાકિસ્તાની આતંકવાદીએ ભીમ્બર ગલી સેક્ટર (J&K)માં એલઓસી પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. એલર્ટ ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો અને એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો."

   દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ  આતંકવાદી સંગઠનોને ફંડિંગના સંબંધમાં શ્રીનગર અને ઘાટીના અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. ખીણ સહિત દેશના ઘણા ભાગોમાં હિંસા ફેલાવવા માટે આતંકવાદી સંગઠનો- જૈશ, લશ્કર, હિઝબુલ, ટીઆરએફના કાવતરાના ભાગ રૂપે ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ પછી કેસ નોંધીને એજન્સી દરોડા પાડી રહી છે. આ દરમિયાન ઉત્તર, દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાંથી પણ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(12:05 pm IST)