Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટએ વધારી ચિંતા

યુકેએ ૬ આફ્રીકન દેશોમાંથી હવાઇ મુસાફરી કરવા પર અસ્થાયી પ્રતિબંધની જાહેરાત કરી

નવી દિલ્હી,તા.૨૬: દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ મળ્યા બાદ દુનિયાભરમાં ખલબલી મચી ગઈ છે. દેશના વાયરોલોજિસ્ટ ટ્યૂલિયો ડી ઓલિવેરએ મીડિયાને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યૂટેશન વાળા કોરોના વેરિએન્ટ સામે આવ્યો છે. આ બાદ યૂનાઈટેડ કિંગડમ (યુકે)એ ૬ આફ્રીકન દેશોમાંથી ઉડાનને અસ્થાયી પ્રતિબંધની જાહેરાત કરી છે. ઉડાનો રદ્દ કરવાની જાણકારી યૂકેના સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે આપી. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઈમરજન્સી મીટિંગ બોલાવી છે.

જાવિદે ટ્વીટ કરી કહ્યું કે યુકે એચએસએ એક નવા સંક્રમણની તપાસ કરી રહ્યું છે અને વધારે ડેટાની જરુર છે. પરંતુ હાલ અમે સાવધાની વર્તી રહ્યા છીએ.  તેમણે આગળ કહ્યું કે શુક્રવારે બપોરે ૬ આફ્રીકન દેશોને રેડ લિસ્ટમાં જોડવામાં આવશે. ઉડાનો પર અસ્થાયી રુપથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે અને બ્રિટનના પ્રવાસીઓને કવોરેન્ટાઈનમાં કહેવું પડશે.

કોરોનાના નવા વેરિએન્ટને વૈજ્ઞાનિકોએ B.1.1.529 નામ આપ્યું છે અને આ વેરિએન્ટ ઓફ કંસર્ન ગણાવ્યું છે. સાથે WHOના ઈમરજન્સી મીટિંગ બોલાવવાની માંગ કરી છે. ઓલિવેરાએ આગળ જણાવ્યું કે  દક્ષિણ આફ્રીકામાં કોરોનાના નવા દર્દીઓની વધતી સંખ્યાની પાછળ સૌથી મોટું કારણ મલ્ટીપલ મ્યૂટેશન વાળા વેરિએન્ટ જ છે.

યુકેની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં કહ્યું, વેરિએન્ટમાં મોટી સંખ્યામાં સ્પાઈક પ્રોટીન મ્યૂટેશનની સાથે સાથે વાયરસ જીનોમના અન્ય હિસ્સામાં મ્યૂટેશન સામેલ છે. આ શકય રુપથી જૈવિક રુપથી મહત્વપૂર્ણ મ્યૂટેશન છે જે રસી, ઉપચાર અને ટ્રાન્સમિશનના સંબંધમાં વાયરસના વ્યવહારને બદલી શકે છે. આની વધારે તપાસ કરવાની જરુર છે.

(9:52 am IST)