Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સામાન્ય માણસને વધુ એક ફટકો

હવે વ્હીલ, રિન અને લકસ જેવા સાબુ અને સર્ફ થયા મોંઘા

નવી દિલ્હી,તા. ૨૬: હવે તમારા માટે સાબુ અને ડિટરજન્ટ ખરીદવું મોંદ્યું થઈ ગયું છે. HUL અને ITCએ સાબુ અને ડિટર્જન્ટના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વ્હીલ ડિટર્જન્ટ પાવડર, રિન્સ બાર અને લકસ સાબુની કિંમતો ૩.૪ ટકાથી વધારીને ૨૧.૭ ટકા કરવામાં આવી છે. તે જ સમયે, ITCFiama સાબુની કિંમતમાં ૧૦ ટકા, Vivelમાં ૯ ટકા અને Engage ડિઓડરન્ટની કિંમતમાં ૭.૬ ટકાનો વધારો કર્યો છે.

રિપોર્ટ અનુસાર, દેશની બે સૌથી મોટી ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ (FMCG) કંપનીઓએ કિંમતોમાં વધારા પાછળનું કારણ ઇનપુટ કોસ્ટમાં વધારો દર્શાવ્યો છે.

HULએ વ્હીલ ડિટર્જન્ટના ૧ કિલો પેકની કિંમતમાં ૩.૪ ટકાનો વધારો કર્યો છે. આનાથી તે ૨ રૂપિયા મોંદ્યો થશે. કંપનીએ વ્હીલ પાવડરના ૫૦૦ ગ્રામ પેકની કિંમતમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. તેની કિંમત ૨૮ રૂપિયાથી વધીને હવે ૩૦ રૂપિયા થઈ ગઈ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે HULએ રિન બારના ૨૫૦ ગ્રામ પેકની કિંમતમાં ૫.૮ ટકાનો વધારો કર્યો છે. FMCG જાયન્ટે લકસ સાબુના ૧૦૦ ગ્રામ મલ્ટિપેકની કિંમતમાં ૨૧.૭ ટકા અથવા ૨૫ રૂપિયાનો વધારો કર્યો છે.

બીજી તરફ, ITCએ ફિયામા સાબુના ૧૦૦ ગ્રામ પેકના ભાવમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, કંપનીએ વિવેલ સાબુના ૧૦૦ ગ્રામ પેકની કિંમતમાં નવ ટકાનો વધારો કર્યો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કંપનીએ Engage ડિઓડરન્ટની ૧૫૦ml બોટલની કિંમતમાં ૭.૬ ટકા અને Engage પરફ્યુમની ૧૨૦ml બોટલની કિંમતમાં ૭.૧ ટકાનો વધારો કર્યો છે.

ITCનો પ્રવકતાએ જણાવ્યું હતું કે ઇનપુટ કોસ્ટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઉદ્યોગે ભાવમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને કંપનીએ પસંદગીની વસ્તુઓની કિંમતોમાં ફેરફાર કર્યો છે. પ્રવકતાએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ સુનિશ્યિત કરવાનો હતો કે તેઓ કિંમતના સમગ્ર દબાણ ગ્રાહકો ઉપર પાસ ન કરે.

તમને જણાવી દઈએ કે બીજા કવાર્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવરના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ૯ ટકાનો વધારો થયો છે. કંપનીનો નફો રૂ. ૨,૧૮૭ કરોડ સુધી પહોંચી ગયો છે, જે અપેક્ષા કરતાં થોડો ઓછો રહ્યો છે. (

(9:52 am IST)