Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

૨૦૨૨ બાદ કોરોના સામાન્ય બિમારી કે ફ્લૂ જેવો બની રહેશે

કોરોનાના ઘટતા કેસની વચ્ચે વધુ એક રાહતના સંકેત : આ તબક્કાની શરુઆત અલગ-અલગ રીતે થશે, વસતી પ્રમાણે આ બીમારીની અસર વેક્સિનેશન કવરેજ-વાયરસનું મ્યુટેશન એમ મુખ્ય બે ફેક્ટર સાથે થશે

નવી દિલ્હી, તા.૨૫ : કોરોનાની મહામારીનો જે હાહાકાર મચ્યો હતો તે હવે દેશભરમાં શાંત થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા છૂટછાટોમાં વધારો થઈ રહ્યો છે અને લોકોના ધંધા-રોજગાર ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, આવામાં કોરોનાની મહામારી ત્રીજા વર્ષમાં પ્રવેશ કરવાની સાથે એંડેમિક સ્ટેજમાં પહોંચતી દેખાઈ રહી છે. કોરોનાના ફેલાતો તો રહેશે પરંતુ તે તે કોના માટે જોખમી સાબિત થઈ શકે છે તેનું પૂર્વાનુંમાન પણ લગાવી શકાશે. એક્સપર્ટ મુજબ બીમારી સમય જતા સામાન્ય બીમારી કે પછી ફ્લૂ અને કોમન કોલ્ડ બનીને રહી જશે. જોકે, તબક્કાની શરુઆત અલગ-અલગ જગ્યાઓ પર અલગ-અલગ રીતે થશે. વસ્તી પ્રમાણે બીમારીની અસર વેક્સીનેશન કવરેજ અને વાયરસનું મ્યુટેશન એમ મુખ્ય બે ફેક્ટર સાથે થશેસૌથી પહેલા દેશોમાં કોરોનાની મહામારી સામાન્ય બની જશે જ્યાં વેક્સીનેશન કવરેજ ઘણું સારું છે, સિવાય અમેરિકા અને બ્રિટન કે પછી એવા દેશ કે જ્યાં સંક્રમણના કારણે મોટા પ્રમાણમાં લોકોમાં કોરોના સામે ઈમ્યુનિટી ઉભી થઈ ગઈ છે, જેમ કે ભારત. રીતે સંક્રમણના વિશાળ આંકડા પણ આશાનું કિરણ સાબિત થઈ રહ્યા છે. જુલાઈમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશભરમાં સીરો સર્વે કર્યો હતો. પ્રમાણે રાજ્યોમાં ૭૦% સીરો-પ્રિવેલેન્સ રહ્યું એટલે કે સર્વેમાં ૭૦% વસ્તીમાં કોરોના સામે એન્ટિબોડી મળી છે. સીએમસી વેલ્લોરમાં ક્લિનિકલ વાયરોલોજી એન્ડ માક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ અને રિટાયર્ડ પ્રોફેસર ટી જૈબન જોને અમારા સહોયગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, *અમે કહી શકીએ છીએ કે અમે એન્ડેમિક સ્ટેજ પર પહોંચી ગયા છીએ. પરંતુ વેક્સીનેશનના કારણે નહીં, પરંતુ નેચરલ ઈન્ફેક્શનના કારણે છે.

બીજી લહેર દરમિયાન ભારે અસર થયેલા દિલ્હીમાં પાછલા મહિનાના સીરો સર્વે રિપોર્ટ મુજબ ૯૦% કરતા વધુ વસ્તીમાં સારી ઈમ્યુનિટી મળી છે. એટલે કે રાજધાનીમાં નવી લહેરની આશંકા લગભગ નહીવત છે, શરત એટલી કે કોઈ નવો વેરિયન્ટ ના આવે. સર્વેમાં પણ માલુમ પડ્યું કે વેક્સીનેશનથી લોકોમાં મજબૂત ઈમ્યુનિટી બની છે.

ડબલ્યુએચઓ કોવિડ-૧૯ રિસ્પોન્સને લીડ કરનારી મહામારી એક્સપર્ટ મારિયા વૈન કર્ખાવે મહિને રોઈટર્સને જણાવ્યું હતું કે, અમને લાગે છે કે, *અમને લાગે છે કે ૨૦૨૨ના અંતમાં અમે વાયરસને કાબૂમાં કરી લઈશું.. ત્યાં સુધીમાં સંક્રમણને ગંભીર થતાત અને મોતના કેસમાં ઘટાડો કરી શકીશું.* જોકે, દુનિયાભરમાં કોરોનાના એક પણ કેસ ના હોય, ત્યાં સુધી પહોંચવા માટે થોડી રાહ જોવી પડશે. વાયરસમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા, મ્યુટેન્ટ થવાની શક્તિ અને તેની સાથે જોડાયેલી અનપ્રેડિક્ટેબલિટી કામને વધારે પડકારજનક બનાવે છે.

એક્સપર્ટ મુજબ, હાલ સૌથી સારો રસ્તો છે કે, જેટલું શક્ય હોય, વધારેમાં વધારે લોકો સુધી વેક્સીન પહોંચવી જોઈએ. જેમાં સરકારને કોરોના સામે લડવા માટે લાંબા સમયની રણનીતિ બનાવવાનો સમય મળશે. ખાસ કરીને સંભવિત એન્ડેમિક ફેઝ માટે રણનીતિ માટે સમય મળી શકશે.

વેક્સીનેશનની સાથે એન્ટીવાયરલ દવા દ્વારા ઈલાજ કારગત સાબિત થઈ રહ્યો છે. જરુર પડવા પર વેક્સીનના બુસ્ટર ડોઝ આપવામાં આવશે. એવું માનીને ચાલો કે હવે જનજીવન સામાન્ય બનશે, પરંતુ કોરોનાને ફેલાતો અટકાવવા માટે ગાઈડલાઈન્સનું પાલન કરવું હિતાવહ છે.

(12:00 am IST)