Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પૂર્વ ક્રિકેટર તેમજ ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને પાકિસ્તાનથી ધમકીનો પત્ર મળ્યાનો ખુલાસો

પૂર્વ ક્રિકેટરને ધમકી ભર્યા પત્રમાં પોલીસની તપાસ : તપાસમાં જાણવા મળ્યું છે કે, જે સિસ્ટમથી મેઈલ મોકલવામાં આવ્યો તેનુ આઈપી એડ્રેસ પાકિસ્તાનનું છે

નવી દિલ્હી, તા.૨૫ : પૂર્વ ક્રિકેટર તેમજ ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને તાજેતરમાં જાનથી મારી નાંખવાની ધમકી આપતો -મેઈલ મળ્યો હતો. -મેઈલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યુ છે.

ગંભીરે કહ્યુ હતુ કે, આઈએસઆઈએસકાશ્મીરના નામથી મને ધમકી અપાઈ છે.હવે તપાસમાં જાણવા મળ્યુ છે કે, જે સિસ્ટમથી મેઈલ મોકલવામાં આવ્યો હતો તેનુ આઈપી એર્ડ્સ પાકિસ્તાનનુ છે.

દિલ્હી પોલીસે ગૂગલ પાસે બાબતની જાણકારી માંગી હતી.ગૂગલે જે માહિતી આપી છે તે પ્રમાણે પાકિસ્તાનના આઈપી એડ્રેસ પરથી મેઈલ મોકલવામાં આવ્યો હતો.

ગૌતમ ગંભીરની સાથે બીજા પણ કેટલાક લોકોને આવો મેઈલ મોકલવામાં આવ્યો હતો. મામલાની તપાસ દિલ્હી પોલીસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે પહેલો મેઈલ ગૌતમ ગંભીરને મળ્યો હતો અને પછી તેમની સુરક્ષા વધારવામાં આવી હતી. પછી બુધવારે બીજો મેઈલ પણ ગંભીરને મોકલવામાં આવ્યો હતો.

(12:00 am IST)