Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

UAEના વિવાદિત અધિકારી અહમદ નસીર ઇન્ટરપોલના અધ્યક્ષ: ગુજરાત કેડરના IPS પ્રવીણ સિન્હા બન્યા પ્રતિનિધિ

IPS પ્રવીણ સિન્હા ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશનની એક્સિક્યૂટીવ કમિટીમાં એશિયાના પ્રતિનિધિ તરીકે નિમાયા

નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી(CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા(ગુજરાત કેડરના IPS)ને આજે ઇન્ટરપોલની કાર્યકારી સમિતિમાં એશિયા માટે પ્રતિનિધિના રૂપમાં પસંદગી કરવામાં આવી છે. તેઓ ભારત તરફથી ઉમેદવાર હતા. સૂત્રોના દ્વારા આ સમાચાર સામે આવ્યા છે.

સૂત્રોના અનુસાર, આ એક પડકારરૂપ ચૂંટણી હતી જેમાં ભારતને 2 પદો માટે ચાર અન્ય પ્રતિસ્પર્ધીઓ ચીન, સિંગાપુર, કોરિયા અને જૉર્ડન વિરૂદ્ધ મુકાબલો કરી રહ્યા હતા. ચૂંટણી ઇન્તાંબુલ(તુર્કી)માં ચાલી રહેલા 89માં ઇન્ટરપોલ મહાસભા દરમિયાન હતી.

પ્રવીણ સિન્હાએ જણાવ્યું હતું કે ભારતને મત આપનારા તમામ દેશોની અમે હૃદયથી પ્રશંસા કરીએ છીએ.  આજની જીત ભારતભરમાં એક તીવ્ર અને સારી રીતે સંકલિત ચૂંટણી અભિયાનનું પરિણામ રહ્યું. અલગ અલગ સ્તરો પર દ્વિપક્ષીય સંબંધોમાં મિત્ર દેશો પાસે મહત્વપૂર્ણ સમર્થન માંગવામાં આવ્યું હતું. ભારતીય એમ્બેસી અને ઉચ્ચ આયોગોને મહેમાન સરકારો સાથે નિયમિત રીતે સંવાદ બનાવી રાખ્યો. ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (ઇન્ટરપોલ)એ આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓ, આતંકવાદ અને સાયબર ગુનાઓના વધતા જોખમને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ સંસ્થા છે. ભારત ઈન્ટરપોલના ઉદ્દેશ્યોમાં સક્રિયપણે યોગદાન આપવાનું ચાલુ રાખશે અને તેની વ્યાવસાયિક યોગ્યતા અને અનુભવ દ્વારા તેની અસરકારકતામાં વધારો કરશે. 

અગાઉ CBIના એક્ટિંગ ચિફ તરીકે પણ પ્રવિણ સિન્હા કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તેમણે પૂર્વ CBI ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાની જગ્યાએ આ જવાબદારી સંભાળી હતી. પ્રવિણ સિન્હાનો CBIમાં લાંબો કાર્યકાળ રહ્યો છે. તેઓ CBIમાં અનેક મહત્વપૂર્ણ પદો પર રહ્યા. તેઓ 1988 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે.

પ્રવિણ સિન્હાએ 2000થી 2021ના વચ્ચે બે રાઉન્ડમાં કેન્દ્રીય તપાસ એજન્સીમાં SP, DIG, જોઈન્ટ ડાયરેક્ટર અને હવે એડિશનલ ડાયરેક્ટર જેવા મહત્વના પદો સંભાળ્યા છે. તેઓ 1996માં ACB, અમદાવાદમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પ્રવિણ સિન્હા બેંક છેતરપિંડી, નાણાકીય ગુનાઓ અને શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ વગેરે સહિત સુપ્રીમ કોર્ટ/હાઈકોર્ટ દ્વારા નિર્દેશિત અથવા દેખરેખ હેઠળના અનેક કૌભાંડોની તપાસ સાથે પણ સંકળાયેલા છે. આ ઉપરાંત, તેમણે CAT અને ઓલ ઈન્ડિયા પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ (AIPMT) માં પેપર લીકને ઉજાગર કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી છે.

આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ સંસ્થા(Interpol)એ ઇન્તાંબુલમાં થયેલી વાર્ષિક સામાન્ય સભામાં બુધવારે સંયુક્ત અરબ અમીરાત(UAE)ના વિવાદિત અધિકારીને પસંદ કર્યા છે. ઇન્ટરપોલના સંયુક્ત અરબ અમીરાતના ગૃહ મંત્રાલયમાં મહાનિરીક્ષક મેજર જનરલ અહમદ નસીર અલ રાયસીને 4 વર્ષ માટે અધ્યક્ષ બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરપોલનું મુખ્યાલય ફ્રાંસના પેરિસમાં છે. જ્યારે ઇસ્તાંબુલ, તુર્કીના શહેર છે જ્યાં ઇન્ટરપોલના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઇ.

(12:00 am IST)