Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ બે દિવસ આવશે ગુજરાત : 27 અને 28 નવેમ્બરે વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને ખુલ્લો મુકશે : અન્ય કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી તા, 27 અને 28 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. આ બંને દિવસો દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તા,28મીએ ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને અમિત શાહ ખુલ્લો મૂકશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. 

(12:00 am IST)