Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભારતથી ફરીથી ઉડશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઉડ્ડયન મંત્રાલય કોરોના કાળના હટાવશે પ્રતિબંધો

કોરોના કાળમાં સસ્પેન્ડ થયેલી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી એકવાર વર્ષના અંતમાં શરૂ કરશે : ભારતનો 28 દેશો સાથે એર બબલ કરાર

નવી દિલ્હી : કોરોના કાળમાં સસ્પેન્ડ થયેલી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી એકવાર વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સની અવર જવર પર રોક લગાવવામાં આવી હતી

આ પ્રતિબંધને 30 નવે.2021 સુધી વધારાયુ હતુ. જોકે હવે દેશમાં કોરોના કાબૂમાં આવતા લાંબા સમયથી બંધ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સંપૂર્ણ ક્ષમતા અને પ્રતિબંધો વગર ઉડાન ભરી શકશે.

હાલમાં ભારતે US, UK, UAE, કેન્યા, ભૂતાન અને ફ્રાન્સ સહિત લગભગ 28 દેશો સાથે એર-બબલ કરારો કર્યા છે. એર બબલ કરાર હેઠળ, બે દેશો વચ્ચે તેમની એરલાઇન્સ વતી વિશેષ પ્રતિબંધો સાથે વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરી શકાય છે.

 

એક વાર ફરી નવા કેસ 10 હજારની નીચે આવ્યા. ગત 24 કલાકમાં એક તરફ કુલ 9,283 નવા કેસ મળ્યા છે. તો બીજી તરફ 10949 લોકો સાજા થયા છે. આનાથી એક્ટિવ કેસની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે આ આંકડા માત્ર 1,11, 481 જ રહી ગયા છે. આ આંકડા ગત 537 દિવસો એટલે કે લગભગ દોઢ વર્ષમાં સૌથી ઓછા છે. ત્યારે રિકવરી રેટ પણ વધતા 98.33 ટકા પર પહોંચી ગયો છે. જે ગત વર્ષ માર્ચ બાદ સૌથી ઉંચા સ્તરે છે. આ દરમિયાન કોરોનાની રસીમાં તેજી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 1118 કરોડથી વધારે કોરોનાની રસી લાગી ચૂકી છે અને જલ્દી આ આંકડો 120 કરોડને પાર પહોંચવાની આશા છે.

(12:00 am IST)