Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

OBC સમાજને સૌથી વધુ અન્યાય :ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં OBC સમાજ એક થશે : આપા ગીગા ઓટલાના મહંત અને ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ( નરેન્દ્રબાપુ ) સોલંકીએ ધોકો પછાડ્યો

પાટીદાર કરતા OBCની વસ્તી 54 ટકા છતાં મુખ્યમંત્રી OBCને મળતા નથી: પ્રદેશ ભાજપના ટોચના ઓબીસી અગ્રણીએ રણશિંગુ ફુક્યું :વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર માંગી શકે છે ટીકીટ: ચૂંટણી પહેલા ગુજર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટમાં સંમેલન યોજાયું

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજે પોતાના સમાજના સીએમ હોવાની વાત ઉચ્ચારી હતી બાદ હવે ઓબીસી સમાજે પણ ખાંડા ખખડાવ્યા છે ઓબીસી સમાજના અગ્રણી અને ભાજપના ટોચના નેતા ,ઓબીસી નિગમના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ગુજર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટમાં સંમેલન યોજાયું હતું જેમાં ઓબીસી સમાજને અન્યાય થયાનું જણાવી આગામી 2022ની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં ઓબીસી સમાજ એક થશે તેવી જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે

  ગુજર ક્ષત્રિય કડિયા સમાજ ના સંમેલનમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો અને ભાઈઓ  જોડાયા હતા  આપા ગીગા ઓટલાના મહંત અને ભાજપના અગ્રણી ઓબીસી નેતા નરેન્દ્રભાઈ  સોલંકીએ છેલ્લા ઘણા વર્ષોથી OBC સમાજને સૌથી વધુ અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી પાટીદાર કરતા OBCની વસ્તી 54 ટકા છતાં મુખ્યમંત્રી OBCને મળતા નથી તેવી ખુલ્લીને વાત કહેતા રાજકારણમાં મોટી હલચલ મચી જવા પામી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે આપા ગીગા ઓટલા ના મહંત નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ ગુજરાત રાજ્યના ઓ,બી,સી,નિગમના પૂર્વ ચેરમેન,પ્રદેશ ભાજપ (ઓબીસી)પૂર્વ મહામંત્રી, રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર,પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે અને હાલમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના પ્રમુખપદે કાર્યરત છે

 

(11:48 pm IST)