Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

બેન્કિંગ સહિત અનેક જરૂરી સેવાઓ ઉપર અસર પડી

ટ્રેડ યુનિયન્સ દ્વારા બેંક બંધનું એલાન : બેન્ક કર્મચારી સંઘ, અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ અને બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા બંધમાં સામેલ

નવી દિલ્હી,તા.૨૫ : કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ  Central trade unions આજે એક દિવસની દેશવ્યાપી હડતાળ પર છે. આ હડતાળમાં અખિલ ભારતીય બેક્ન કર્મચારી સંઘ, અખિલ ભારતીય બેક્ન અધિકારી સંઘ અને બેક્ન એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામેલ હશે. આ હડતાળમાં ભારતીય મજૂર સંઘને બાદ કરતા ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયન ભાગ લઈ રહ્યા છે. આ હડતાળમાં નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, હિન્દ મજૂર સભા, સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ, ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર અને સેલ્ફ એમ્પલોયડ વુમેન્સ એસોસિએશન સામેલ છે.  એઆઈબીઈએ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે લોકસભાએ હાલમાં જ ખતમ થયેલા સત્રમાં ત્રણ નવા શ્રમ કાયદાને પાસ કર્યા છે અને  Ease of doing Businesના નામ પર  હાલના ૨૭ કાયદા રદ કર્યા છે. આ કાયદા શુદ્ધ રીતે કોર્પોરેટ જગતના ફાયદા માટે છે.

              આ પ્રક્રિયામાં ૭૫ ટકા શ્રમિકોને શ્રમ કાયદાના દાયરામાંથી બહાર કરવામાં આવ્યા છે. નવા કાયદામાં આ શ્રમિકોને કોઈ પણ પ્રકારનું કાયદાકીય સંરક્ષણ મળશે નહીં.  એઆઈબીઈએનું એમ પણ કહેવું છે કે આજે બેક્ન કર્મચારી પોતાની માગણીઓ ઉપર પણ ફોકસ કરશે, જેમ કે બેક્ન ખાનગીકરણનો વિરોધ, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, નિયુક્તિઓ, મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી, બેક્ન ડિપોઝીટના વ્યાજદરમાં વધારો અને સર્વિસ ચાર્જમાં કાપ. નિવેદનમાં કહેવાયું છે કે હાલની સરકાર, આત્મનિર્ભર ભારના નામ પર ખાનગીકરણના પોતાના એજન્ડાને આગળ વધારી રહી છે અને બેક્નિંગ સહિત ઈકોનોમીના કોર સેક્ટરમાં મોટા પાયે ખાનગીકરણ કરી રહી છે. એઆઈબીઈએમાં ચાર લાખ સભ્યો છે. જેમાં અનેક સરકારી  બેક્નો, કેટલીક જૂની ખાનગી બેક્નો અને કેટલીક વિદેશી બેક્નોના કર્મચારીઓ પણ સામેલ છે. આ યુનિયનમાં સ્ટેટ  બેક્ન ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીસ બેક્ન સામેલ નથી. મહારાષ્ટ્રમાં ૧૦ હજાર સરકારી બેક્નો, જૂની ખાનગી બેક્નો, ક્ષેત્રીય ગ્રામીણ બેક્નો અને વિદેશી બેક્નોના ૩૦ હજાર જેટલા કર્મચારીઓ આ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે. Punjab and Sindh Bank જેવી કેટલીક બેક્નોએ હડતાળ સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે જરૂરી બેક્નિંગ સેવાઓ પર અસર ન પડે.

શું છે કર્મીઓની માગણી....

નવી દિલ્હી,તા.૨૫ : કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ આજે એક દિવસની દેશવ્યાપી હડતાળ પર છે. આ હડતાળમાં અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ, અખિલ ભારતીય બેક્ન અધિકારી સંઘ અને બેક્ન એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામેલ હશે. આ હડતાળમાં ભારતીય મજૂર સંઘને બાદ કરતા ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયન ભાગ લઈ રહ્યા છે. આ હડતાળમાં નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, હિન્દ મજૂર સભા, સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ, ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર અને સેલ્ફ એમ્પલોયડ વુમેન્સ એસોસિએશન સામેલ છે. શું છે કર્મચારીઓની માંગણીઓ તે નીચે મુજબ છે.

*       તમામ નોન ઈક્નમ ટેક્સ ચૂકવનારા પરિવારોને ૭૫૦૦ રૂપિયા પ્રતિ માસ આપવામાં આવે

*       તમામ જરૂરિયાતવાળા લોકોને ૧૦ કિલો રાશન પ્રતિ વ્યક્તિ દર મહિને આપવામાં આવે

*       યુનિયનની માગણી છે કે સ્ય્દ્ગઇઈય્છનો વિસ્તાર કરવામાં આવે

*       ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વધેલા વેતન સાથે વર્ષમાં ૨૦૦ દિવસ કામ આપવામાં આવે અને તેને શહેરો સુધી વધારવામાં આવે

*       ખેડૂતો અને વર્કર્સ વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદા અને નિયમોને પાછા ખેંચવામાં આવે.

*       સરકારી કંપનીઓનું ખાનગીકરણ બંધ કરવામાં આવે

*       સરકારી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ કંપનીઓ જેમ કે રેલવે, પોર્ટ, ફેક્ટરીઓને કોર્પોરેટના હાથમાં જતા રોકવા

*       સરકારી કર્મચારીઓના પ્રી મેચ્યોર રિટાયરમેન્ટના સર્ક્યુલર પાછા ખેંચવામાં આવે

*       નેશનલ પેન્શન સિસ્ટમને ખતમ કરીને તમામ માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવે

(7:38 pm IST)
  • ખેડૂતોની રેલી નીકળનાર હોય હરિયાણા સાથે જોડાયેલ સિંધુ બોર્ડર નજીક દિલ્હી પોલીસ એલર્ટ access_time 4:03 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • વાવાઝોડા નિવારે તામિલનાડુમાં ભારે અફરા તફરી મચાવી છે. ચેન્નઇમાં વરસાદી પાણીથી ભરાયેલ રસ્તા ઉપર યુગલ જઇ રહ્યાની તસવીર વાયરલ થઇ છે. તામિલનાડુમાં તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડયા છે. access_time 11:28 am IST