Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર

વોશિંગટન : ફેસબુક ઉપર વંશીય ,ધાર્મિક , વ્યક્તિના ચારિત્ર્યને  લગતી ,જાતીય ,રાષ્ટ્રીયતાને લગતી ,સેક્સી , હેટફુલ ,સહીત વિવાદાસ્પદ કોમેન્ટ હટાવી દેવાની ફેસબુકની પોલિસી છે.સાથોસાથ આવી કોમેન્ટ કરનાર ઉપર પગલાં પણ લઇ શકાય છે.

તાજેતરમાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કોમેન્ટ કરવામાં આવી હતી.જે મુજબ તેઓ અમેરિકાના નાગરિક ગણી શકાય નહીં.કારણકે તેમના  માતા ભારતીય મૂળના છે અને પિતા જમૈકન છે.તેમને અશ્વેત પણ ગણી શકાય નહીં તેથી તેમની ભારત મુકામે હકાલપટ્ટી કરી દેવી જોઈએ.

ફેસબુકે આ પોસ્ટ તેમની પોલિસી વિરુદ્ધની હોવાથી હટાવી લીધી હતી.પરંતુ કોમેન્ટ કરનાર વિરુદ્ધ પગલાં લેવાનો ઇન્કાર કર્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(6:19 pm IST)