Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ખેડૂતોનો અવાજ સાંભળવાની જગ્યાએ ભાજપ સરકારે ભારે ઠંડીમાં પાણીનો મારો ચલાવ્યો : પ્રિયંકા ગાંધીનું ટવીટ

ખેડૂતો પાસેથી બધુ છીનવી મૂડીપતિઓના થાળમાં સજા થાળમાં સજાવીને બેન્ક, દેવા માફી, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન વેચવામાં આવ્યા

નવી દિલ્હી :ખેડૂતોના આંદોલન મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ, “ખેડૂતો પાસેથી સમર્થન મૂલ્ય છીનનારા કાયદાના વિરોધમાં ખેડૂતોનો અવાજ સાંભળવાની જગ્યાએ ભાજપ સરકાર તેમની પર ભારે ઠંડીમાં પાણીનો મારો ચલાવે છે. ખેડૂતો પાસેથી બધુ છીનવી લેવામાં આવી રહ્યુ છે અને મૂડીપતિઓના થાળમાં સજાવીને બેન્ક, દેવા માફી, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન વેચવામાં આવી રહ્યા છે.”

કિસાન સંગઠનોએ સંયુક્ત કિસાન મોરચો બનાવ્યો છે,જેને 500થી વધુ ખેડૂત સંગઠનોનું સમર્થન મળ્યુ છે. બીજી તરફ દિલ્હીમાં કોરોના સંક્રમણના વધતા કેસને કારણે આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી નથી.

(1:56 pm IST)