Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

શું દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા છુપાવવાનો ખેલ ચાલી રહ્યો છે ? અનેક રાજ્યોમાં આંકડા છુપાવવાનો ખેલ, ૩૪ લાખ કોરોના દર્દીઓની કોઈ ગણતરી જોવા મળતી નથી, રાજસ્થાન પત્રિકાનો મોટો વિસ્ફોટ: એશિયામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ભારતમાં થાય છે, ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો સ્ફોટક સર્વે: ઠંડીનો પારો સ્થિર છતાં એકાએક ઠંડો પવન ફૂંકાતા સૌરાષ્ટ્ર ઠરી ગયું, કચ્છના નલીયા કરતા રાજકોટમાં લઘુતમ તાપમાન નીચું, રાત્રે અને સવારે ઠંડક યથાવત: મોડી રાત્રે ભયાનક વાવાઝોડું નીવાર તામિલનાડુ અને પોંડિચેરી વચ્ચે ત્રાટકયું, 130 કિલોમીટર સુધીની ઝડપ, ભારે તારાજી સર્જી, ચેન્નાઈના રહેણાક વિસ્તારોમાં પાણી ભરાયા, અનેક સ્થળે ચાર થી દસ ઈંચ પાણી પડ્યું, હવે વાવાઝોડું નબળું પડશે: મોદી સરકારના કૃષિ ખરડાઓ વિરુદ્ધ હજારો ખેડૂતોની દિલ્હી તરફ કૂચ શરૂ, સંઘર્ષના એંધાણ, હરિયાણા અને પંજાબ સાથેની દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી, રાશન અને બીસ્તર લઈને ખેડૂતો નીકળી પડ્યા: અમેરિકાની ભારે માઠી દશા, સતત દરરોજના પોણા બે થી બે લાખ વચ્ચે કોરોના કેસ નોંધાય છે, આજે સવારે ૨૪ કલાકમાં ૨૩ મોત નોંધાયા, ભારતમાં 44 હજાર કેસ અને 524 ના મોત: દેશવ્યાપી શ્રમિક હડતાલ શરૂ, બેંકોમાં કામકાજ ઠપ, સરકારની નીતિઓના વિરોધમાં દેશભરના ૨૦ કરોડથી વધુ કામદારો આજે ફરજ થી દૂર થયા: કોરોનાના બંધનો વચ્ચે આજથી લગ્ન બંધનો શરૂ થયા, મુહૂર્ત ઓછા અને માથાકૂટ જાજી: રાજકોટના જાણીતા વેપારી મુકેશભાઈ લાખાણીનો કોરોનાએ ભોગ લીધો, ધીરા શોકની લાગણી, તેમના પરિવારના ચારેય સભ્યોને કોરોના પોઝિટિવ આવેલ છે: ભાજપના વધુ એક સાંસદ દેવુસિંહ ચૌહાણને કોરોના વળગ્યો: વડોદરાના ભાજપના કોર્પોરેટર મનીષ પગારને કોરોના પોઝિટિવ આવ્યો, મહારાષ્ટ્ર થી આવ્યા પછી તબિયત બગડી હતી, હોમ કોરનટાઈન થયા: સિમેન્ટના ભાવ વધી ગયા, આવતા મહિનાથી વોશિંગ મશીન ટીવી ફ્રીઝ એસી પણ મોંઘા થશે: રાજકોટ માં આજ સવાર સુધીમાં કોરોના એ પાંચનો ભોગ લીધો, સુરેન્દ્રનગરમાં કોરોના ૪ ના જીવ લીધા

(1:05 pm IST)
  • અનુપ જલોટાને બી.એ.ની ડીગ્રી : વિખ્યાત ગાયક અનુપ જલોટાને ૪૬ વર્ષ બાદ બી.એ.ની ડીગ્રી મળી છે. તેઓએ ૧૯૭૪માં લખનઉ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએશન કર્યુ હતું. access_time 4:00 pm IST

  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST

  • સરહદે પાકિસ્તાનના સતત વાંદરવેડા : જમ્મુ કાશ્મીરના પૂંછના કસ્બા અને કિરની સેકટરમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ : ભારતીય જવાનો જવાબ આપી રહ્યા છે access_time 5:03 pm IST