Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

હવે સ્કોટલેન્ડમાં સેનેટરી પ્રોડકટ્સ નિઃશુલ્ક મળશે

સેનેટરી પ્રોડકટ્સ નિઃશુલ્ક આપનાર વિશ્વનો પહેલો દેશ બન્યો

લંડન,તા.૨૬ : સ્કોટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જયાં સેનેટરી પ્રોડકટ્સ નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણય ચાર વર્ષના અભિયાન બાદ લેવામાં આવ્યો છે.

 એક તરફ જયારે વિશ્વના દ્યણા ભાગોમાં માસિક (પિરીયડ) બાબતે હજી પણ ઘણી ગેરસમજો અને રૂઢિચુસ્ત પરંપરાઓ છે. ત્યાં બીજી બાજુ સ્કોટલેન્ડે એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. દેશમાં પીરિયડ પ્રોડકટ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એકટ પસાર થયો છે. આ કાયદા અંતર્ગત સ્થાનિક વહીવટીતંત્રએ સેનેટરી પ્રોડકટ્સ મફતમાં આપવાના રહેશે. જેને નોર્થ આયરશાયર જેવા કાઉન્સિલના પહેલાથી કરવામાં આવતા કામ પર આધારિત હોવું જોઈએ. અહીં પહેલેથી જાહેર સ્થળો પર વર્ષ ૨૦૧૮થી સાર્વજનિક સ્થળોએ ટૈંપોન અને સેનેટરી ટાવલ નિઃશુલ્ક આપવામાં આવે છે.

 આ માટેના આ અભિયાનનું નેતૃત્વ કરનાર સ્કોટિશ લેબર સ્વાસ્થ્યની પ્રવકતા મોનિકા લેનને તેને સ્કોટલેન્ડ માટે ગૌરવપૂર્ણ દિવસ તરીકે વર્ણવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય માસિક જેને આવે છે તે સ્ત્રીઓ અને મહિલાઓને બહુ મદદરૂપ થશે. સમુદાય સ્તરે પહેલેથી જ દ્યણો વિકાસ થઈ ચૂકયો છે અને સ્થાનિક વહીવટ દ્વારા દરેકને આ સમયગાળામાં સન્માન મળશે.

 લેનનનું કહેવું છે કે, હવે જાહેર સ્થળોએ પીરિયડ્સની ચર્ચા કરવામાં આવે છે એ બહુ મોટી વાત છે. થોડા વર્ષો પહેલાં, હોલીરૂડ ચેમ્બરમાં પીરિયડ્સ વિશે ચર્ચા નહોતી પણ હવે તે મુખ્યધારામાં છે.

(12:52 pm IST)